પાટણ શહેરના મુખ્ય બજાર માગૅ સજૉતી ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રાહિમામ બન્યા

ટ્રાફિક સમસ્યા નિવારણ માટે પાલિકા અને પોલીસ તંત્ર નક્કર કામગીરી કરે તેવી લોકમાંગ ઉઠી
પાટણ શહેરના મુખ્ય બજાર માગૅ વધી રહેલા દબાણો ના કારણે અને આડેધડ ઉભા રહેતાં લારી ગલ્લા અને પાથરણા વાળાઓની સાથે સાથે જયાં ત્યાં પાકૅ કરાતાં વાહનોને કારણે ટ્રાફિકની સમસ્યા વિકટ બની હોય જેને લઈને શહેરના મુખ્ય બજાર માથી પસાર થતાં લોકો માટે આ ટ્રાફિકની સમસ્યા માથા દુખાવા રૂપ બનવા પામી છે.
પાટણ શહેરના ત્રણ દરવાજાથી દોશીવટ બજાર અને હિંગળાચાચરથી રેલવે સ્ટેશન માગૅ પર વધી રહેલા દબાણો અને પેસેન્જરો ભરવા આડેધડ ઉભા રખાતા ખાનગી વાહનો ના કારણે સજૉતી આ ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા અવારનવાર પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા પોલીસને સાથે રાખીને કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ આ કામગીરી ફક્ત અને ફક્ત ફોટો સેશન માટે કરાતી હોય તેમ થોડા સમય માટે શહેરના મુખ્ય બજાર માર્ગો ટ્રાફિક મુક્ત જોવા મળતા હોય છે. અને ત્યારબાદ પુનઃ જૈસે થૈ ની સ્થિતિ નું નિમૉણ થતું હોય છે ત્યારે શહેરના મુખ્ય બજાર માગૅ પરના વધતાં જતાં દબાણો સાથે આડેધડ પાકૅ કરતા વાહનચાલકો સહિત નડતરરૂપ લારી- ગલ્લા અને પાથરણા વાળાઓને દુર કરવા પાટણ પાલિકા તંત્ર પોલીસને સાથે રાખીને નકકર કામગીરી હાથ ધરે તેવી લોકમાંગ પ્રબળ બની છે.
સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
12 કલાક પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
12 કલાક પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
