રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
સાબરકાંઠા3 માર્ચ, 2026| Super Admin

હિંમતનગરમાં પોલીસની ઓળખ આપી રાહદારીનું અપહરણ; પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા

હિંમતનગરમાં પોલીસની ઓળખ આપી રાહદારીનું અપહરણ; પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા

હિંમતનગરમાં પોલીસની ઓળખ આપી રાહદારીનું અપહરણ કરી લૂંટ ચલાવનાર બે શખ્સોને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. આ ઘટના 1 માર્ચના રોજ સાંજના સમયે ટાવર ચોક વિસ્તારમાં બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ઓડા ગામના અને હાલ હિંમતનગરના નવા ખેડ તસિયા રોડ પર રહેતા અક્ષય કાંતિલાલ ખરાડી હોળીની ખરીદી કરવા ટાવર ચોક આવ્યા હતા. સાંજે 4 વાગ્યાના સુમારે નંબર વગરની બાઈક પર આવેલા બે શખ્સોએ પોતાને પોલીસ તરીકે ઓળખાવી અક્ષય પર બાઈક ચોરીનો આરોપ મૂક્યો હતો. ત્યારબાદ, આ શખ્સોએ અક્ષયને પોતાની બાઈક પર વચ્ચે બેસાડી અપહરણ કર્યું હતું અને તેને હિંમતનગરના મહેતાપુરા હાથમતી નદીના ઢાળમાં લઈ ગયા હતા. ત્યાં તેમણે અક્ષયને લાફા મારીને તેની પાસેથી મોબાઈલ ફોન અને ખિસ્સામાંથી રોકડા રૂ. 3000 બળજબરીપૂર્વક પડાવી લીધા હતા. અક્ષય ખરાડીએ આ અંગે હિંમતનગર બી ડિવિઝન પોલીસને જાણ કરતા, ડી સ્ટાફે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસતા, મોટરસાઈકલ પર અક્ષયને લઈ જનાર બંને શખ્સોની ઓળખ થઈ હતી. પોલીસે ખાનગી બાતમીના આધારે પ્રવિણભાઈ ઉર્ફે પુસીયો અશોકભાઈ ભાટ (રહે. જૂની સિવિલ સામે, ભાટવાસ, હિંમતનગર) અને દીપકકુમાર હસમુખભાઈ ભાટ (રહે. ભોલેશ્વર પ્રાથમિક શાળા સામે, ભાટવાસ, હિંમતનગર) ને પાંચબત્તી વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. પોલીસે લૂંટમાં ગયેલો મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલી બાઈક પણ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એ.બી. ચૌધરીએ જણાવ્યું હતું કે, મુખ્ય આરોપી પ્રવિણભાઈ ઉર્ફે પુસીયો અશોકભાઈ ભાટ વિરુદ્ધ બી ડિવિઝનમાં જુગાર, વિદેશી દારૂ, લૂંટ અને મારામારી સહિતના સાત ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત, એ ડિવિઝનમાં બે અને અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો છે. અગાઉ તેને પાસા હેઠળ અમરેલી જેલમાં પણ મોકલવામાં આવ્યો હતો.      

સંબંધિત સમાચાર