રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
સાબરકાંઠા14 જૂન, 2025| Super Admin

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં હિંમતનગરની પાયલ ખટીક્નું દુઃખદ અવસાન

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં હિંમતનગરની પાયલ ખટીક્નું દુઃખદ અવસાન
સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિવારને સાંત્વના આપી, મદદની ખાત્રી આપી  અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ખાતેથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171ના દુઃખદ ક્રેશમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની પાયલ ખટીકનું નિધન થયું છે. આ ઘટનાએ સમગ્ર પરિવાર અને સમાજને શોકમાં ડુબાડી દીધો છે. મૂળ રાજસ્થાન અને હિંમતનગર ખાતે છૂટક મજૂરી કરતા પરિવારની દીકરી ગુમાવતા ભારે આક્રંદ.પિતા સુરેશભાઇ ખટીક  લોડીં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.  બે બહેન એક ભાઈ માતા પિતા સહિત પાંચનો પરિવાર. આ દુખદ ઘટનાના પગલે વહિવટી તંત્ર દ્રારા પરીવારની રૂબરૂ મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી. તેમના DNA ટેસ્ટના નમૂના લઈ અમદાવાદ મોકલવામાં આવ્યા હતા. તેમજ મૃતદેહની ઓળખ થયા બાદ મૃત દેહ હિંમતનગર લઈ આવવા સાથેની અનુંસાંગીક તૈયારીઓ વહિવટી તંત્ર દ્રારા કરાઇ છે. પરિવાર આ અણધારી આફતથી શોકમાં ગરકાવ થયો છે. પાયલબેનના નિધનના સમાચાર મળતાં જ પરીવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ દુઃખની ઘડીમાં હિંમતનગર મામલતદાર પરમાર, નાયબ મામલતદાર અશોકભાઇ, પરિવારજનોની મુલાકાત લઈ, તેમને સાંત્વના પાઠવી હતી. અધિકારીઓએ પરિવારને આ દુઃખદ ઘડીમાં તમામ શક્ય સહાયનું આશ્વાસન આપ્યું છે.

સંબંધિત સમાચાર