મહેસાણા ઓએનજીસી કેન્દ્રિય વિદ્યાલય ખાતે ગતરોજ યોજાયેલ સાંસ્કૃતિક ગીત સંગીત સ્પર્ધામાં પાટણ કેન્દ્રિય વિદ્યાલયની ટીમ પ્રથમ નંબરે આવી જેમા પાટણના સામાન્ય પરિવારની દિયા મનોજ કુમાર પ્રજાપતિએ પણ ભાગ લઈ સમાજને ગૌરવ અપાવ્યું છે. આ અગાઉ ગાંધીનગર ખાતે આ ટીમે ભાગ લઈ સિધ્ધી મેળવી. મહેસાણા ખાતે ભાગ લેતા તેમની ટીમને પ્રથમ નંબર પ્રાપ્ત થતા હવે આગામી દિવસોમા અમદાવાદ ખાતે રાજ્ય કક્ષાએ આ ટીમ ભાગ લેશે. કુમારી દિયા પ્રજાપતિની આ સિધ્ધીને લઈ તેઓએ પાટણ પ્રજાપતિ સમાજ અને પાટણ શહેરનુ ગૌરવ વધારેલ છે. આવનાર ભવિષ્ય માટે દીયા ખૂબ પ્રગતિ કરે તેવી સમાજે શુભેચ્છાઓ પાઠવી છે.
કેન્દ્રિય વિદ્યાલયની સાંસ્કૃતિક સ્પર્ધામાં પાટણની દિકરીએ સમાજનું ગૌરવ વધાર્યું

સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
22 કલાક પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
22 કલાક પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
