રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ4 ઑગસ્ટ, 2025| Super Admin

પાટણ; જ્વેલર્સની દુકાનમાં બે શખ્સોએ 3 લાખની સોનાની વીંટીઓની ચોરી કરી ફરાર

પાટણ; જ્વેલર્સની દુકાનમાં બે શખ્સોએ 3 લાખની સોનાની વીંટીઓની ચોરી કરી ફરાર

પાટણની સોની બજારમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં બે અજાણ્યા શખ્સોએ 3.24 લાખની કિંમતની સોનાની વીંટીઓની ચોરી ફરિયાદી નિલેષકુમાર મનોરભાઈ પટેલ (ઉંમર 46, ધંધો સોનીકામ, રહે. શારદા ટોકીઝ પાસે, દ્વારકાધીશનો માઢ)ના જણાવ્યા અનુસાર, તેઓ અને તેમના પત્ની દુકાનમાં હાજર હતા. એક અજાણ્યો શખ્સ દુકાનમાં આવ્યો અને સોનાની કડી તથા પેન્ડલ માંગ્યા. પેન્ડલ પસંદ ન આવતાં નિલેષકુમાર તેમના પત્નીને દુકાનમાં બેસાડી બાજુની દુકાનમાં પેન્ડલ લેવા ગયા. તે દરમિયાન બીજો એક અજાણ્યો શખ્સ દુકાનમાં આવ્યો. તેણે નિલેષકુમારના પત્નીની નજર ચૂકવીને સોનાના દાગીનાનો ડબ્બો બહાર કાઢ્યો. આ ડબ્બામાંથી લેડીઝ વીંટીઓવાળી પ્લાસ્ટિકની કોથળી ચોરી કરી લીધી. કોથળીમાં અલગ-અલગ વજનની અંદાજે 18થી 20 જેટલી લેડીઝ વીંટીઓ હતી. આ વીંટીઓનું કુલ વજન આશરે 45 ગ્રામ અને કિંમત અંદાજે રૂ. 3,24,000 થાય છે. બંને અજાણ્યા ચોર શખ્સો વીંટીઓ લઈને ફરાર થઈ ગયા છે. આ ઘટના અંગે પાટણ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર