રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ7 ફેબ્રુઆરી, 2025| Super Admin

પાટણ એસઓજી પોલીસે પંથક માથી વધુ એક બોગસ ડોકટર ને ઝડપી લીધો

પાટણ એસઓજી પોલીસે પંથક માથી વધુ એક બોગસ ડોકટર ને ઝડપી લીધો
ઇન્જેકશનો,દવાઓ,મેડીકલ સાધનો મળી કુલ રૂ.૭,૯૩૧ નો જથ્થો જપ્ત કરી કાયૅવાહી હાથ ધરી; મેડીકલ ડીગ્રી વગર જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતાં વધુ એક નકલી (બોગસ) ડોકટર ને પાટણ એસઓજી પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ પોલીસ અધિક્ષકવી.કે.નાયી નાઓ તરફથી પાટણ જીલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી (બોગસ)ડોકટર પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના અનુસાર પાટણ એસ.ઓ.જી. પીઆઈ જે.જી.સોલંકી નાઓના માર્ગદર્શન મુજબ ટીમ કાકોશી પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હકીકત મળેલ કે ખડીયાસણ ગામ થી સહેસા તરફ જતા રોડની બાજુમાં ગ્રામ પંચાયત પાસે આવેલ મકાનમાં સબ્બીરઅલી યુનુસભાઇ ધાંગા રહે-રસુલપુર તા.સિધ્ધપુર જી.પાટણ વાળો કોઇ પણ જાતની ડોકટરની ડીગ્રી મેળવ્યા સિવાય અને લાયસન્સ ધરાવતા નહીં હોવા છતાં દવાખાનુ ચલાવે છે અને બીમાર લોકોને તપાસી દવા તથા ઇંજેકશન આપી બીમાર લોકોના સ્વાસ્થય સાથે બેદરકારી ભર્યુ કૃત્ય કરી રહ્યા છે. જે હકીકત આધારે ટીમે ઉપરોક્ત સ્થળે ઓચિંતો છાપો મારી ડીગ્રી વગરના ડોકટરને ઇન્જેકશનો, દવાઓ,મેડીકલ સાધનો મળી કુલ કિ.રૂ.૭,૯૩૧ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાકોશી પો.સ્ટે ખાતે તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર