રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ24 જૂન, 2026| Super Admin

પાટણ પોલીસે 16.65 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો

પાટણ પોલીસે 16.65 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો

8 આરોપીઓની ધરપકડ,9 મ્યુલ એકાઉન્ટ્સથી 139 ફરિયાદોનો ખુલાસો

ગુજરાતમાં સાયબર ગુનાઓ અને બેંક ખાતાઓ ભાડે આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવાના હેતુથી શરૂ કરાયેલા "ઓપરેશન મ્યુલ હન્ટ 2.0" અંતર્ગત પાટણ પોલીસે મોટી સફળતા મેળવી છે. પાટણ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક (DySP) પરેશ રેણુકાએ જણાવ્યું હતું કે, પોલીસે 16.65 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરીને 8 આરોપીઓની ધરપકડ કરી છે.નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ અને અન્ય માધ્યમોથી મળેલી 139 જેટલી ફરિયાદોના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 9 બેંક ખાતાઓનો ઉપયોગ કરીને કુલ 16.65 કરોડ રૂપિયાના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થયા હોવાનું ખૂલ્યું હતું.સમગ્ર ગુનાહિત કાવતરામાં કુલ 16 ઇસમોની સંડોવણી સામે આવી હતી.

પોલીસે આ કૌભાંડમાં કડક કાર્યવાહી કરીને 16 આરોપી ઓમાંથી 8 મ્યુલ એકાઉન્ટ ધારકોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં પાટણના યાકુબ ઉર્ફે મુન્નો, ભાર્ગવ રાજેશ નાથાલાલ પટેલ, વિશાલ હરિ ગફુર રાવળ અને મનોજકુમાર ઉર્ફે મનુ રાવળનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એલમપુર પાટણના વિજયસિંહ લાડુજી ઠાકોર, હારીજના દિનેશ ઉર્ફે બરફી જયંતી રાવળ, માતરવાડી પાટણના કનૈયાલાલ ઉર્ફે લાલા ભરવાડ તેમજ સરસ્વતી પાટણના રાજુજી જગુજી ઠાકોરનો પણ સમાવેશ થાય છે આ કેસમાં સામેલ અન્ય 8 આરોપીઓ હાલ પોલીસ પકડથી દૂર છે અને તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.  પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ ચાલી રહી છે, જેમાં તેમને આર્થિક વ્યવહારો માટે કઈ રીતે વળતર મળતું હતું અને ટ્રાન્ઝેક્શનની ચોક્કસ વિગતો અંગે વધુ ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવશે.આ ઉપરાંત,આ કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કયા ચોક્કસ પ્રકારના સાયબર ગુનાઓ અને છેતરપિંડી આચરીને કરવામાં આવ્યું છે તે અંગે સ્પષ્ટતા કરતા પોલીસે જણાવ્યું હતું કે, અત્યારે જુદી જુદી ફરિયાદોના આધારે માત્ર આ નાણાકીય રકમ નો જ ખ્યાલ આવ્યો છે. આ આખું ટ્રાન્ઝેક્શન કઈ પદ્ધતિથી અને કયા ગુનાઓ દ્વારા આચરવામાં આવ્યું છે તે દિશામાં પોલીસની વધુ ઇન્વેસ્ટિગેશન હજુ પણ કાર્યરત છે.

સંબંધિત સમાચાર