રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ10 ઑગસ્ટ, 2025| Super Admin

પાટણ; પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ ઝડપી પાડ્યો ચાર લાખનો મુદ્દામાલ જપ્ત

પાટણ; પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ ઝડપી પાડ્યો ચાર લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસને ખાનગી બાતમી મળી હતી કે એક સફેદ ઈકો ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. આ ગાડી સમીથી નીકળી શંખેશ્વર થઈને દશાડા તરફ જઈ રહી છે. બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ.એન. પટેલ અને પોલીસ સ્ટાફના માણસો પંચો સાથે શંખેશ્વર-દશાડા હાઇવે પર રતનપુરા પાટીયા નજીક શક્તિ માતાજીના મંદિર આગળ વોચમાં ગોઠવાયા હતા. જ્યારે બાતમી મુજબની ઈકો ગાડી શંખેશ્વર તરફથી આવી, ત્યારે પોલીસે નાકાબંધી કરી ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો. ગાડીના ચાલકે વાહન રોડની સાઇડમાં ઉભું કર્યું. પરંતુ ડ્રાઇવર સીટ પર બેઠેલો ઇસમ અને તેની બાજુની સીટમાં બેઠેલો ઇસમ બંને ગાડીના દરવાજા ખોલી બાવળની ઝાડીઓમાં નાસી ગયા. પોલીસે ગાડીની તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કંપની સીલબંધ કાચની બોટલો અને બીયરના ટીન મળી કુલ 700 નંગ, કિંમત રૂ. 2,32,118/- નો પ્રોહિબિશન મુદ્દામાલ મળી આવ્યો. આ ઉપરાંત ઈકો ગાડીની કિંમત રૂ. 2,00,000/- ગણતાં કુલ રૂ. 4,32,118/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. નાસી ગયેલા બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

સંબંધિત સમાચાર