રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ13 જૂન, 2026| Super Admin

પાટણ નગરપાલિકાની ઘોર બેદરકારી: કર્મભૂમિ સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી ઉભરાતી ભૂગર્ભ ગટર

પાટણ નગરપાલિકાની ઘોર બેદરકારી: કર્મભૂમિ સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી ઉભરાતી ભૂગર્ભ ગટર

અસહ્ય દુર્ગંધના કારણે  રહીશોમાં ફેલાવાની ભીતિ  સાથે પાલિકા તંત્ર સામે રોષ

ચોમાસા પૂર્વે તાત્કાલિક ધોરણે આ સમસ્યાના નિરાકરણ માટેની માંગ

પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પરની કર્મભૂમિ સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા સજૉઈ છે. માગૅ પર રેલાતા દૂષિત પાણીની દુર્ગંધથી સ્થાનિક રહીશોમાં રોગચાળો ફેલાવવાની ભીતિ  સાથે પાલિકા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ અનેક વખત નગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી. વિસ્તારના કોર્પોરેટરો સ્થળ મુલાકાતે આવી સ્થિતિની જાણકારી લઈ ફોટોગ્રાફી તો કરે છે, પરંતુ સમસ્યાના ઉકેલ માટે કોઈ અસરકારક કામગીરી કરવામાં આવતી નથી તેવી ફરિયાદ રહીશોએ વ્યક્ત કરી છે. રહીશોના જણાવ્યા અનુસાર ચીફ ઓફિસર સાથે પણ બેઠક યોજાઈ હતી, જેમાં સ્ટોર્મ વોટર લાઈનો, ગટર લાઈનો અને ચેમ્બરોની સફાઈ કરાવવાની ખાતરી આપવામાં આવી હતી. જોકે હજુ સુધી કોઈ કામગીરી શરૂ ન થતાં લોકોમાં નિરાશા ફેલાઈ છે.

ચોમાસું નજીક આવી રહ્યું હોવાથી સોસાયટીના રહીશો વધુ ચિંતિત બન્યા છે. જો ભારે વરસાદ દરમિયાન સ્ટોર્મ વોટર લાઈનો અને ચેમ્બરો સાફ નહીં કરવામાં આવે તો સમગ્ર વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. જેના કારણે રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતાં લાખો રૂપિયાનું ફર્નિચર અને ઘરવખરીને નુકસાન થવાની પણ શક્યતા છે. સ્થાનિક રહીશોએ નગરપાલિકા તંત્રને તાત્કાલિક ગટર લાઈનો, સ્ટોર્મ વોટર લાઈનો અને ચેમ્બરોની સફાઈ હાથ ધરી ઉભરાતી ગટરોની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માંગ કરી છે. સાથે જ ચોમાસા પૂર્વે જરૂરી કામગીરી પૂર્ણ કરી વિસ્તારને સંભવિત જળબંબાકાર જેવી સ્થિતિમાંથી બચાવવા અપીલ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર