પાટણ નગરપાલિકાએ હંસાપુર સીમમાં ગૌચરની જમીન પર ચાલતા ગેરકાયદે પાણીના પ્લાન્ટને સીલ કર્યો છે. આ પ્લાન્ટ નગરપાલિકાની પાણીની ટાંકી માંથી સીધું ગેરકાયદે કનેક્શન મેળવીને ચલાવવામાં આવતો હતો. પાલિકાના સદસ્ય રમીલાબેન ઠાકોરના સાગરીત દ્વારા આ પ્લાન્ટ ચલાવી પાણીનો વેપાર થતો હોવાનું ખુલ્યું હતું.પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે આ કાર્યવાહીની વિગતો આપતા જણાવ્યું કે, હંસાપુરની સીમમાં આ પાણીનો પ્લાન્ટ નગરપાલિકાનું ગેરકાયદેસર પાણીનું કનેક્શન સીધું ટાંકીમાંથી લઈને ચલાવતો હતો. આ પ્લાન્ટ દ્વારા નગરપાલિકાના પાણીનો વેપાર કરવામાં આવતો હતો. અગાઉ ઓક્ટોબર મહિનામાં નગરપાલિકા દ્વારા આ જગ્યા ગૌચરની હોવાથી તેને ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી.આ પ્લાન્ટ ચલાવનાર વ્યક્તિ નગરપાલિકાના સદસ્ય રમીલાબેન ઠાકોરના સાગરીત હોવાનું સામે આવ્યું છે.રમીલાબેન મારફતે કારોબારી સમિતિમાં આ ગ્રામ પંચાયત બાબતનો ઠરાવ મંજૂર કરાવવામાં આવ્યો હતો.જોકે,આ ઠરાવને પ્રાદેશિક કમિશનર કચેરીમાં પડકારવામાં આવ્યો હતો. તપાસના અંતે આ જગ્યા ગૌચરની હોવાનું સાબિત થતા RCM દ્વારા આ ઠરાવ ને કાયમી અસરથી નામંજૂર કરી દેવામાં આવ્યો હતો. આ જમીન નગરપાલિકાની માલિકીની હોવાથી અને તેના પર ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાથી પાલિકા તંત્ર દ્વારાસીલિંગની કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનું ચીફ ઓફીસર હિરલ ઠાકરે જણાવ્યું હતું.
પાટણ નગરપાલિકાએ હંસાપુર ગૌચરની જમીન પર ગેરકાયદેસરનો પાણી પ્લાન્ટ સીલ કર્યો

સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
23 કલાક પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
23 કલાક પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
2 દિવસ પહેલા
