રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ3 જૂન, 2026| Super Admin

પાટણ LCBની મોટી કાર્યવાહી: ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ રેકેટનો પર્દાફાશ

પાટણ LCBની મોટી કાર્યવાહી: ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ રેકેટનો પર્દાફાશ

ખોટા શેર બ્રોકર બની લોકો સાથે છેતરપિંડી આચરતા, એકની ધરપકડ,બે ફરાર

પાટણ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગોકુલધામ સોસાયટીમાંથી ડબ્બા ટ્રેડિંગના ગેરકાયદેસર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગના સભ્યો સેબીના લાયસન્સ વગર પોતાને શેર બ્રોકર તરીકે ઓળખાવી, શેરબજારમાં રોકાણના નામે લોકો સાથે છેતરપિંડી આચરતા હતા.પોલીસે દરોડા દરમિયાન એક આરોપીને છ મોબાઈલ ફોન સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય બે સહઆરોપીઓ ફરાર હોવાથી તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાટણ LCB પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ સિદ્ધપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે, સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા ગામમાં આવેલી ગોકુલધામ સોસાયટીના મકાન નંબર 10માં પંચોને સાથે રાખીને દરોડો પાડવામાં આવ્યો હતો.આ મકાનમાં રહેતો મૂળ મહેસાણાના વડનગર તાલુકાના છાબલિયા ગામનો ઠાકોર મહેશજી ચમનજી અન્ય બે સહઆરોપીઓ સાથે મળીને ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતો રંગે  હાથ ઝડપાઈ ગયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ એકબીજાના મેળાપીપણામાં એન્ડ્રોઇડ મોબાઈલ ફોનમાં એપ્લિકેશનનો ઉપયોગ કરીને શેરબજારના ભાવોની વધઘટ પર નજર રાખતા હતા. ત્યારબાદ તેઓ સાદા કીપેડવાળા મોબાઈલ ફોન દ્વારા ગ્રાહકોને ફોન કરીને ખોટા નામ ધારણ કરતા હતા.સેબીના કોઈ અધિકૃત લાયસન્સ વગર તેઓ લોકોને શેરબજારમાં વધુ નાણાં કમાવવાની ટિપ્સ આપતા અને જે ગ્રાહકો આ જાળમાં ફસાઈને પૈસા રોકવા પ્રેરાતા તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરતા હતા.

LCB પોલીસે ઘટનાસ્થળેથી કુલ 6 મોબાઈલ ફોન કિંમત રૂ. 61,000, એક ચેકબુક અને એક બેંક પાસબુક સહિતનો જરૂરી મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પકડાયેલા આરોપી ઠાકોર મહેશજી ચમનજીની ધરપકડ કરવામાં આવી છે. દરોડા દરમિયાન હાજર ન મળી આવેલા અન્ય બે આરોપીઓ ચીરાગજી ઠાકોર અને મેહુલજી ઠાકોરને પકડવા માટે કાર્યવાહી ચાલુ છે. આ તમામ વિરુદ્ધ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 318(4), 319(2), 54, 61(2) તથા આઈટી એક્ટની કલમ 66(ડી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

ટેગ્સ:#Patan LCB#Dabba Trading

સંબંધિત સમાચાર