સિધ્ધપુર પોલીસ સ્ટેશનમાં નોધાયેલ મહિન્દ્રા જીપ ગાડી ચોરીના ગુનામા સંડોવાયેલ અને છેલ્લા ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને પાટણ એલસીબી ટીમે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ પોલીસ અધિક્ષક ડી.ડી.ચૌધરી નાઓએ પાટણ જીલ્લાના પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા સુચના કરેલ હોય જે અનુસંધાને એલસીબી પીઆઈ આર.જી.ઉનાગરના માર્ગદર્શન હેઠળ પાટણ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી પકડી પાડવા સારૂ એલ.સી.બી. સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા.દરમ્યાન બાતમી હકીકત મળેલ કે સિધ્ધપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.૨.નં.૧૦/૨૦૧૨ ઇ.પી.કો.કલમ ૩૭૯,૧૧૪ મુજબના ગુનાના કોર્ટે સી.આર.પી.સી .કલમ ૭૦ મુજબ ઇશ્યુ કરેલ ધરપકડ વોરંટના નાસતા ફરતા આરોપી મીણા અંગત જયદેવ રહે જયપુર બાયપાસ પાસે આઇ.ટી.આઇ. જી.જયપુર રાજસ્થાન વાળા હાલમા વાસદ શહેર લવકુશ એપાર્ટમેન્ટ અલંકારની સામે જી.આણંદ ગુજરાત ખાતે હોવાની હકીકત હોય જે હકિકત આધારે સદર ગુનાના નાસતા ફરતા આરોપી મીણા અંગદ ઉર્ફે અંગત જયદેવ ઉર્ફે જગદીશ રામચંદ્ર રહે રાજસ્થાન જયપુર બાયપાસ આઇ.ટી.આઇ. પાસે જી.જયપુર રાજસ્થાન મુળ રહે કાલીખાડ ગામ ડાંગદા કી ઢાણી તા.નાગલારાજવતાન જી.દોશા રાજસ્થાન હાલ રહે વાસદ શહેર લવકુશ એપાર્ટમેન્ટ અલંકારની સામે જી.આણંદ વાળાને પકડી પાડી બી.એન.એસ. કલમ ૩૫(૧) (જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ સિધ્ધપુર પો. સ્ટે. ખાતે સોંપવા તજવીજ કરેલ હોવાનું જાણવા મળ્યું છે.
સિધ્ધપુર ખાતે ચોરીના ગુનામાં ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને પાટણ એલસીબી ટીમે ઝડપી પાડ્યો

સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
1 દિવસ પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
2 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
2 દિવસ પહેલા
