રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ15 જૂન, 2025| Super Admin

પાટણ એલસીબીએ એક વર્ષ જૂની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો; સોનાના બિસ્કિટ સાથે એક અટકાયત

પાટણ એલસીબીએ એક વર્ષ જૂની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો; સોનાના બિસ્કિટ સાથે એક અટકાયત
સોનાના બિસ્કિટ સાથે એક આરોપી પકડાયો હજુ બે આરોપી ફરાર; પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુર ગામમાં એક વર્ષ પહેલા થયેલી ઘરફોડ ચોરીનો પાટણ એલસીબીએ ભેદ ઉકેલી એક આરોપી ને ઝડપી લીધો છે તો આ ગુનામાં સંડોવાયેલા હજુ બે આરોપી ફરાર હોય તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે. પાટણ જિલ્લા પોલીસ વડા દ્રારા પાટણ શહેર અને જિલ્લામાં બનેલી ચોરીની ઘટનાઓના ભેદ ઉકેલવા કરેલ સૂચના આધારે પાટણ એલસીબી પી આઈ રાકેશ ઉનાગર સહિતના સ્ટાફે ચક્રો ગતિમાન બનાવ્યા હતા. ત્યારે ખાનગી હકીકતના આધારે મળેલ બાતમી અનુસાર એલસીબી ટીમે સમી ગુજરવાડા ચાર રસ્તા પાસેથી સચિન જયંતીભાઈ ઠાકોર નામના ઈસમને રૂ.૧.૦૧ લાખની કિંમતના સોનાના બિસ્કિટ સાથે ઝડપી તેની પૂછપરછ કરતાં આરોપી એ કબૂલ્યું હતું કે આજથી એક વર્ષ પહેલા રાજેશભાઈ બાબુભાઈ ઠાકોર અને સુરેશભાઈ છગનભાઈ ઠાકોરને સાથે રાખીને અમરાપુર ગામમાં કાંતિભાઈ પટેલના ઘરમાં ચોરી કરી હતી. આ ચોરી માંથી મળેલું સોનાનું બિસ્કિટ વેચવા માટે તેની પાસે રાખ્યું હતું.પોલીસે આરોપીની ધરપકડ કરી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અધિનિયમ 2023ની કલમ 35(1)ઇ હેઠળ કાર્યવાહી કરી છે. તો મુદ્દામાલ કલમ 106 મુજબ કબજે કરવામાં આવ્યો છે. તો આ ગુનામાં સંડોવાયેલ હજુ બે આરોપીઓ ફરાર છે, જેમાં રાજેશભાઈ બાબુભાઈ ઠાકોર અને સુરેશભાઈ છગનભાઈ ઠાકોર, બંને રહે અમરાપર વાળાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર