પાટણ એલસીબી ટીમે આંતર જીલ્લા મોટર સાયકલચોરી ના ૦૩ ગુન્હાઓનો ભેદ ઉકેલી રૂ.૧,૪૫ લાખના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ ગુનાની મળતી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ,ભુજ તથા પોલીસ અધિક્ષક પાટણ નાઓએ પાટણ જીલ્લામાં બનેલ વાહન ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી પીઆઈ આર.જી.ઉનાગર નાઓના માર્ગદશન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસોએ વાહન ચોરીના અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા સારૂ એકશન પ્લાન બનાવી ભુતકાળમાં જે ઇસમો વાહન ચોરીમાં પકડાયેલ હોય તેવા ઇસમો ઉપર વોચ રાખી બે ઇસમોને ચોરીના મોટર સાયકલ નંગ- ૦૩ કિં.રૂ.૧,૪૫,૦૦૦/- સાથે વારાહી મુકામેથી પકડી પાડી તેઓની પુછપરછ કરતાં તેઓએ પોતાના નામ અબ્દુલ મુરાદ જાતે.સિન્ધી રહે. રાણીસર તા.સાંતલપુર જી.પાટણ અને કરીમ સુમાર જાતે.સિન્ધી રહે. વાદળીથર તા.સાંતલપુર જી.પાટણ વાળા હોવાનું જણાવતાં બંન્ને આરોપીઓને મુદામાલ સાથે આગળ કાર્યવાહી માટે વારાહી પો.સ્ટે.ને સોંપવામા આવતા આગળની તપાસ વારાહી પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ LCBનો સપાટો : આંતર જિલ્લા બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો, બે શખ્સો ઝડપાયા

સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
22 કલાક પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
22 કલાક પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
