રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
પાટણ27 મે, 2026| Super Admin

પાટણ: પાલિકા પ્રમુખના જ વિસ્તારમાં લાખો લીટર પાણીનો વેડફાટ, રહીશોમાં રોષ

પાટણ: પાલિકા પ્રમુખના જ વિસ્તારમાં લાખો લીટર પાણીનો વેડફાટ, રહીશોમાં રોષ

બોર ઓપરેટર ગેરહાજર રહેતા ટાંકી ઉભરાઈ અને પાણી રસ્તા પર રેલાયું

પાટણ નગરપાલિકાના પ્રમુખના વોર્ડ નંબર 1 માં આવેલા કાળકા પમ્પિંગ સ્ટેશન પરથી લાખો લીટર પીવાના પાણીનો બેફામ વેડફાટ થયો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. રાત્રિના સમયે ફરજ પર કોઈ કર્મચારી હાજર ન હોવાને કારણે પાણીની ટાંકી ઉભરાઈ ગઈ હતી, જેના પરિણામે કિંમતી પાણી રસ્તાઓ પર વહી ગયું હતું. આ વિસ્તાર પાટણ નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં આવેલો હોય આવી બેદરકારી બદલ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ વિપક્ષ દ્રારા કરવામાં આવી છે. એક તરફ નાળાની વર્તમાન સિઝનમાં શહેરના અનેક વિસ્તારોમાં લોકોને પીવાનું પૂરતું પાણી મળતું નથી. ત્યારે નગરપાલિકાના પ્રમુખ ના વિસ્તારમાં આવી ગંભીર બેદરકારી અને બિનકાળજીના કારણે હજારો ગેલન પાણીનો બગાડ થયો છે.સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, એક તરફ પાણીની તંગી છે અને બીજી તરફ પાલિકાના જ મુખ્ય મથક સમાન પમ્પિંગ સ્ટેશન પર પાણીનો વેડફાટ થવો એ તંત્રના સંકલનના અભાવને દર્શાવે છે.

આ ઘટના અંગે પાટણ નગર પાલિકાના વિપક્ષ નગરસેવકો દ્વારા તીવ્ર પ્રતિક્રિયા આપવામાં આવી છે. વિપક્ષના પદાધિકારીઓએ જણાવ્યું કે, પાટણ નગરપાલિકાનું વહીવટી તંત્ર નિષ્ક્રિય સાબિત થયું છે અને કર્મચારીઓ પર કોઈ અંકુશ રહ્યો નથી. રાત્રિ પાળીમાં કર્મચારીઓ ગેરહાજર રહેતા હોવા છતાં જવાબદારો સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી, જેના કારણે જનતાના ટેક્સના પૈસે અપાતી સુવિધાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે.શહેર કોંગ્રેસે પાલિકાના અંધેર વહીવટ સામે સવાલો ઉઠાવી સત્વરે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માગણી કરી છે.વિપક્ષ દ્વારા ચીફ ઓફિસર અને સત્તાધીશો સમક્ષ પમ્પિંગ સ્ટેશનો પર સીસીટીવી કેમેરા લગાવવા અથવા જવાબદાર સુપરવાઈઝરની નિમણૂક કરવા માગણી કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવા પાણીના વેડફાટને અટકાવી શકાય અને પાટણની જનતાને ઉનાળામાં પાણીની તંગીનો સામનો ન કરવો પડે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર