પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ અને રાધનપુર ધારાસભ્ય દારૂના અડ્ડા બંધ કરાવવા મેદાનમાં ઉતયૉ

પાટણ જિલ્લા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપી દારૂના દુષણને ડામવા રજુઆત કરી
પંથકમાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ 4 સ્પેશિયલ ટીમો બનાવશે
પાટણ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ સહિત રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને સમી તાલુકાના 50 થી 60 આગેવાનોએ શુક્રવારે જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક ને આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરી છે. જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્ય લવિંગજી સહિત ના આગેવાનોની આ રજૂઆત બાદ પોલીસ તંત્ર દ્વારા રાધનપુર, સાંતલપુર સમી, શંખેશ્વર અને હારીજ વિસ્તારમાં દારૂના અડ્ડાઓ નાબૂદ કરવા DYSP કક્ષાના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ 4 સ્પેશિયલ ટીમો બનાવવાની ખાતરી આપવામાં આવી હતી.ઠાકોર સમાજમાં દારૂના કારણે યુવાનોના મૃત્યુ અને સામાજિક નુકસાનને રોકવા માટે સમાજ દ્વારા સ્વયંભૂ જનતા રેડની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશને વેગ આપવા અને દારૂનું દૂષણ નાબૂદ કરવા ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે, ઠાકોર સમાજના બંધારણ બાદ ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં સમાજ જાગૃત થયો છે. ગામડે ગામડે જનતા રેડ પાડી દારૂ બંધ કરાવવાની કામગીરી ચાલી રહી છે. આ ઝુંબેશમાં બુટલેગરો દ્વારા થતી દાદાગીરી અને અવરોધોને રોકવા માટે પોલીસ રક્ષણની માંગ કરવામાં આવી છે.
પોલીસ તંત્ર અને ગ્રામ સમિતિઓ સાથે મળીને આ દૂષણને નાબૂદ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. દરેક ગામમાં બનેલી સમિતિઓ દારૂના અડ્ડાઓની શોધખોળ કરી પોલીસને જાણ કરશે. આ રજૂઆત દરમિયાન પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ સહિત ધારાસભ્ય સાથે સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
20 કલાક પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
20 કલાક પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
