રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ18 જુલાઈ, 2026| Super Admin

સિદ્ધપુરના ધારીવાલા ફૂડ પર પાટણ જિલ્લા ફુડ વિભાગની ટીમે ઓચિંતો છાપો માર્યો

સિદ્ધપુરના ધારીવાલા ફૂડ પર પાટણ જિલ્લા ફુડ વિભાગની ટીમે ઓચિંતો છાપો માર્યો

બાળકોના સ્નેક્સમાં પ્રતિબંધિત ઓઇલ સોલ્યુબલ ડાય મળી રૂ.1.24 લાખનો જથ્થો સીઝ કરાયો 

સિદ્ધપુરના ધારીવાલા ફૂડ પર પાટણ જિલ્લા ફુડ વિભાગની ટીમે ઓચિંતો છાપો મારી બાળકોના સ્નેક્સમાં પ્રતિબંધિત ઓઇલ સોલ્યુબલ ડાય મળી રૂ.1.24 લાખનો જથ્થો સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.આજના સમયમાં બદલાયેલી લાઈફસ્ટાઈલ અને વ્યસ્ત બનતી જતી જિંદગીની વચ્ચે ઘરે બનતી ખાદ્યચીજો ખાવાના બદલે મોટાભાગનો વર્ગ તૈયાર મળતા પડીકા કલ્ચર તરફ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. 

86.jpg 131.67 KB
પરંતુ વિવિધ પ્રકારની ખાદ્યચીજોના બજારમાં મળતા પાંચ-પાંચ રૂપિયાના પડીકામાં કયું કન્ટેન્ટ કેટલા પ્રમાણમાં વપરાયું છે કે તેની ગુણવત્તા કયા પ્રકારની છે. તે જોવા કે ચકાસવાનો આજે કોઈની પાસે સમય ન હોય તેવા દ્રશ્યો શહેરના મોટાભાગના વિસ્તારો અને પરિવારોમાં જોવા મળી રહ્યા છે.ત્યારે પાટણ જિલ્લા ફૂડ વિભાગે સિદ્ધપુર GIDC માં આવેલ મે. ધારીવાલા ફૂડ્સ પર ઓચિંતો દરોડો પાડી બાળકોના સ્નેક્સ 'બચ્ચો કા પાસ્તા' માંથી પ્રતિબંધિત ઓઇલ સોલ્યુબલ ડાય મળી આવી હતી. વિભાગે આશરે રૂ. 1,24,260 ની કિંમતનો 1117 કિલોગ્રામ અને 792 નંગ પેકેટ જેટલો સબ-સ્ટાન્ડર્ડ અને અનસેફ જથ્થો સીઝ કર્યો છે.
https://rakhewaldaily-media.s3.ap-south-1.amazonaws.com/public/EyuDWAJdnXbKF66WZA72MD3B3c7Ik0g4qeJ4ujuA.jpg
આ દરોડો શુક્રવાર, 17 જુલાઈએ સિદ્ધપુરના સુજાણપુર હાઈવે પર GIDC પ્લોટ નંબર 200 માં કાર્યરત મે. ધારીવાલા ફૂડ્સ નામના ઉત્પાદન એકમ પર પાડવામાં આવ્યો હતો. આ એકમમાં નાની વયનાબાળકો માટે 'બચ્ચો કા પાસ્તા' સ્નેક્સનું ઉત્પાદન થતું હતું.ફૂડ વિભાગની તપાસમાં સ્નેક્સના નમૂના માંથી મળી આવેલી ઓઇલ સોલ્યુબલ ડાય ખાદ્યપદાર્થોના ઉત્પાદન માટે સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. આવા કેમિકલ યુક્ત સ્નેક્સના સેવનથી લાંબાગાળે કેન્સર જેવા ગંભીર રોગો થવાની સંભાવના રહેલી છે.

ફૂડ વિભાગની ટીમે એકમમાંથી 'બચ્ચો કા પાસ્તા', ફ્રાઈમ્સ મસાલા,સિઝનીંગ મસાલા, પાસ્તા મસાલા, રિંગ ફ્રાયમ્સ અને રિફાઈન્ડ પામોલીન તેલ સહિત કુલ 7 નમૂના એકત્રિત કર્યા હતા.આ તમામ નમૂનાઓને સત્તાવાર પૃથ્થકરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરીના અંતિમ રિપોર્ટ બાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ (FSSA), 2006 ની જોગવાઈઓ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરાશે. તપાસ દરમિયાન એકમમાં ઉત્પાદન પ્રક્રિયા અને સ્વચ્છતામાં ગંભીર ખામીઓ જણાતા, ફૂડ વિભાગ દ્વારા સંચાલક લાલાણી જાવેદભાઈ સમસુદ્દીનભાઈને 'ઇમ્પ્રુવમેન્ટ નોટિસ' ફટકારવામાં આવી છે.

સંબંધિત સમાચાર