રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
પાટણ7 સપ્ટેમ્બર, 2025| Super Admin

પાટણ શહેરમાં અસહ્ય ઉકળાટ વચ્ચે ધોધમાર વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી

પાટણ શહેરમાં અસહ્ય ઉકળાટ વચ્ચે ધોધમાર વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી
વરસાદ મા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સજૉઈ; પાટણ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો બફારા અને ગરમીથી પરેશાન હતા. શનિવારે બપોરે અચાનક વાતાવરણમાં પરિવર્તન આવ્યું હતું. આકાશમાં કાળા વાદળો છવાયા અને પવનના સુસવાટા સાથે મેઘરાજાએ શહેરને ભીંજવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. વરસાદને કારણે શહેરના રેલવે ગરનાળા, ટેલીફોન એક્ષચેન્જ રોડ, ગાયત્રી મંદિર,પારેવા સર્કલ, બી.એમ.હાઈસ્કૂલ અને બુકડી વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા. મેઘરાજાના આગમનનેલીધે વાતાવરણ ઠંડુગાર બનતા લોકોએ ગરમી અને ઉકળાટથી રાહત અનુભવી હતી. નાના-મોટા સૌએ વરસાદમાં ભીંજાઈને આનંદ માણ્યો. મૂશળધાર વરસાદથી ખેડૂતોના ચહેરા પર પણ ખુશી જોવા મળી હતી. પાટણ શહેરના નીચાણવાળા વિસ્તારો વરસાદના પાણી ભરાવાની સમસ્યા સજૉતા રહીશોએ પાલિકાના ચિફ ઓફિસરનો મોબાઇલ પર વારંવાર સંપકૅ કરવા છતાં ચિફ ઓફિસરે પોતાનો મોબાઇલ ફોન રિસિવ ન કરતાં લોકો એ નારાજગી સાથે રોષ વ્યક્ત કર્યો હતો. તો ચાલું વરસાદે પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલ અને વિપક્ષના નગરસેવક ભરત ભાટિયા સહિત કોગ્રેસના આગેવાનો એ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ટ્રેકટર લઈને મુલાકાત લીધી હતી અને લોકોની સમસ્યા દૂર કરવા તંત્ર ને અવગત કરતા લોકોએ પાટણ ના ધારાસભ્ય સહિત કોગ્રેસના આગેવાનો ની કામગીરી ને બિરદાવી હતી. જોકે હવામાન વિભાગ દ્વારા ભારે આગાહી કરવામાં આવી છે ત્યારે તંત્ર દ્વારા લોકો ની સમસ્યા ને ધ્યાનમાં રાખીને નકકર અને યોગ્ય કામગીરી કરાઈ તેવી માગ ઉઠવા પામી છે.

સંબંધિત સમાચાર