પાટણ17 એપ્રિલ, 2025
પાટણના નવનિયુક્ત કલેકટર ભટ્ટ ને શુભેચ્છા સાથે આવકારતા પાટણ બ્રહ્મ સમાજ અગ્રણીઓ

ભગવાન શ્રી પરશુરામજી ની શોભાયાત્રાના પ્રસ્થાન માટે કલેકટરે આમંત્રણ સ્વીકાર્યું; નવનિયુક્ત પાટણ જિલ્લા કલેકટર ભટ્ટની સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લાના આગેવાનો તેમજ શ્રી જગન્નાથજી મંદિરના કાર્યકરોએ શુભેચ્છા મુલાકાત લઈ આગામી તા.29 મી એપ્રિલે યોજાનાર ભગવાન શ્રી પરશુરામજી શોભાયાત્રા નું તેઓના વરદ્ હસ્તે પ્રસ્થાન કરવા માટે આમંત્રણ પાઠવવામાં આવતાં નવ નિયુક્ત જિલ્લા કલેકટરે તેઓના આમંત્રણનો સહર્ષ સ્વીકારી કરી ભગવાન શ્રી પરશુરામજી ની શોભાયાત્રાના પ્રસ્થાન પ્રસંગે હાજર રહેવાની હૈયાધારણા આપી હતી.
જિલ્લા કલેકટર ભટ્ટની આ શુભેચ્છા મુલાકાત દરમિયાન સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લા પ્રમુખ અને ભગવાન શ્રી પરશુરામજી શોભાયાત્રા કમિટીના કન્વીનર પિયુષભાઈ આચાર્ય એ તેઓ દ્રારા પ્રકાશિત કરવામાં આવેલ સનાતન સંસ્કૃતિના પ્રતિક પુસ્તક અપૅણ કરી ભગવાન શ્રી પરશુરામજી અને શ્રી જગન્નાથજી ની રથયાત્રા સહિત મંદિરની વિવિધ પ્રવૃત્તિઓથી વાકેફ કરી તેઓને આવકાયૉ હતાં. નવનિયુક્ત જિલ્લા કલેકટરની શુભેચ્છાઓ મુલાકાત દરમિયાન સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો,જગન્નાથ મંદિરના સેવકો સહિત શ્રી પરશુરામજી શોભાયાત્રા સમિતિના સભ્યોએ પણ બુકે,શાલ થી કલેકટરનું સ્વાગત સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
ટેગ્સ:#District Administration#Community Engagement#Local Leadership#Cultural Events#interfaith relations#Religious Processions#Patan Collector Bhatt#Brahmo Samaj Leaders#Bhagwan Shri Parshuramji Procession#Rath Yatra#Shri Jagannathji Temple#Invitation Acceptance#Sanatan Culture Symbol#Ceremonial Greetings
સંબંધિત સમાચાર
પાટણપાટણ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં 6 ફૂટ લાંબો ઝેરી કોબ્રા દેખાતા ફફડાટ : સુરક્ષિત રેસ્ક્યુ કરાયું
3 દિવસ પહેલા
પાટણપાટણ પાલિકાની જાહેર કરાયેલી પ્રાથમિક મતદાર યાદીમાં કુલ 1,08,999 મતદારો નોંધાયા
5 દિવસ પહેલા
પાટણચાણસ્માના ઝિલીયા ફાર્મ હાઉસ હુમલા કેસમાં 18 આરોપીઓના જામીન મંજૂર
6 દિવસ પહેલા
પાટણપાટણમાં યુથ કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસના ભાવ વધારાની સાથે અછત મામલે વિરોધ પ્રદર્શન કરાયુ
6 દિવસ પહેલા
