પાલનપુર તાલુકા પોલીસ હદ વિસ્તારમાંથી ઘર ફોડ ચોરીના બન્યો હતો. જેમાં ફરિયાદીના રહેણાંક છાપરામાંથી અજાણ્યા ઈસમો દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. પાલનપુર તાલુકા પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં બે ચોરોને ઝડપી લેતા પાલનપુર તાલુકા પોલીસ મથકે નોંધાયેલ બે ગુનાનો ભેદ ઉકેલાયો હતો. પંથકમાં છેલ્લા ઘણા સમયથી બાઈક ચોરી, ઘરફોડ ચોરી જેવા ગુના બનતા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે દ્વારા માલ મિલકત સંબંધિત ગુના શોધી કાઢવા માટે કડક સૂચના કરી હતી. પાલનપુર તાલુકાના મેરવાડામાં 20 દિવસ અગાઉ એક રહેણાંક છાપરામાંથી રાત્રિના સમયે સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિતની ચોરી થઈ હતી જેને લઇ પાલનપુર તાલુકા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ધાંધલ્યાએ ચોરીનો ભેદ ઉકેલવા ટિમ બનાવી નેત્રમ શાખાની મદદથી 100 થી વધુ અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરી ખાનગી બાતમીદારોની મદદથી ઘર ફોડ ચોરીનો આરોપી ચિત્રાસણી બાજુ આવવાની બાતમી મળતા પોલીસ દ્વારા વોચ ગોઠવી ચિત્રાસણીથી ચોરીમાં સંડોવાયેલા મૂળ રાજસ્થાનના કાશી સીતારામ આહીર અને રાજેશ મોહનનાથ જોગી નામના બે આરોપીઓને ઝડપી પાડી રોકડ રકમ 82000 અને મોબાઈલ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો. જેથી પાલનપુર તાલુકા પોલીસ મથકે નોંધાયેલ બે ગુનાનો ભેદ ઉકેલાયો હતો.
પાલનપુર તાલુકા પોલીસે ઘરફોડ ચોરીમાં સામેલ બે આરોપી ઝડપાયા

સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુરમાં SBI કર્મચારીઓનું ઉગ્ર વિરોધ પ્રદર્શન: પડતર માગણીઓને લઈને બેંક કર્મીઓ હડતાલ પર
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરીમાં એસઓજીના સપાટા: રૂ. ૨.૪૪ લાખની બનાવટી નોટો સાથે બે શખ્સો ઝડપાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના વડાવળ પાસે સામાન્ય બાબતે બઘડાટી: ગાયો સાઈડમાં લેવા મુદ્દે થયેલા હુમલામાં ૪ ઈજાગ્રસ્ત
1 દિવસ પહેલા
બનાસકાંઠામાતા યશોદા એવોર્ડ: આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોનું વિશેષ સન્માન
1 દિવસ પહેલા
