રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા22 જૂન, 2025| Super Admin

પાલનપુર પંથક પાણી પાણી; ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા

પાલનપુર પંથક પાણી પાણી; ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા
પાલનપુરમાં 2 ઇંચ વરસાદમાં જુના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા ગુજરાતને ઘમરોળનાર મેઘરાજા એ તોફાની બેટિંગ કરતા જિલ્લા મુખ્યાલય પાલનપુર સહિત જિલ્લાભરમાં ધોધમાર વરસાદ થયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાલનપુર પંથકના નદી-નાળા છલકાઈ ગયા હતા. બાલારામ-ઉમરદશી-બાજોઠિયા નદી આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. તો વળી ગોળા ગામમાં વીજળી પડતા 4 પશુઓના મોત નિપજતા ઠાકોર પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. જોકે, પાલનપુરમાં માત્ર 2 ઇંચ વરસાદમાં પણ શહેરના જુના બસ સ્ટેન્ડ સહિત નીચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં ગત રાત્રે કડાકા ભડાકા અને મેઘ ગર્જના સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. પાલનપુર શહેર માં અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદ આવતા ગરમીમાં રાહત મળતા નગરજનોએ હાશકારો અનુભવ્યો હતો. પાલનપુર શહેર સહિત પંથકમાં વરસાદી ઝાપટા થી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પાલનપુર પંથકમાં મોડી રાતથી વહેલા પરોઢિયા સુધીમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વરસાદને લઈને નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. શહેરના ગણેશપુરા, આંબાવાડી, મફતપુરા, ગઠામણ પાટિયા, ધનિયાણા ચોકડી, જુના એસ.ટી.બસ સ્ટેન્ડ, રેલવે ગરનાળાઓ સહિત ઠેરઠેર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા અનેક વાહન ચાલકો અને રાહદારીઓ અટવાયા હતા.

સંબંધિત સમાચાર