રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા3 માર્ચ, 2025| Super Admin

પાલનપુર નગરપાલિકા દ્વારા રીઢા બાકીદારો સામે લાલ આંખ

પાલનપુર નગરપાલિકા દ્વારા રીઢા બાકીદારો સામે લાલ આંખ
બાકીદારોની દુકાનો સીલ કરવાની કાર્યવાહી: રૂ.1.33 લાખની વસુલાત; પાલનપુર નગરપાલિકા દ્વારા બાકી કરવેરાની વસુલાતને લઈને રીઢા બાકીદારો સામે તવાઈ હાથ ધરી છે. ત્યારે આજે બાકીદારો સામે દુકાનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરતા બાકીદારો ફફડી ઉઠ્યા હતા. જેને પગલે પાલિકાએ રૂ.1.33 લાખની વસુલાત કરી હતી. પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર જીગરભાઈ પટેલની સુચનાથી પાલનપુર નગરપાલિકાની લીજવાળી માલિકીની દુકાનમાં લીજના ભાડા બાકી હોઇ સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં વારંવાર નોટિસ આપવા છતાં પૈસા ભરતા ન હોઇ આજરોજ સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં ટેક્સ ઇન્સ્પેક્ટર નારાયણભાઈ મકવાણા, પ્રવીણભાઈ ડાભી, સુરેશ દેસાઈ, બીપીન પરમાર સહિતના સ્ટાફે ગુરુનાનક ચોક કીર્તિસ્થંભ પ્રહલાદ શોપિંગ સેન્ટર વગેરે જગ્યાએ કામગીરી હાથ ધરી હતી. જેમાં 1,33, 337 રૂપિયા રિકવરી કરવામાં આવી હતી અને આ કામગીરી સતત ચાલુ રહેશે તેવું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર