પાલનપુર શહેરની સમસ્યાની ફરિયાદ નગરપાલિકામાં આંગળીના ટેરવે નોંધાવી શકાશે

નગરપાલિકા દ્વારા મોબાઈલ વેબસાઈટ લોન્ચ કરાઈ; ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા પ્રજાભિમુખ વહીવટની દિશામાં એક નવતર પહેલ કરાઈ છે. જેમાં લોકોને ફરિયાદ નોંધાવવા માટે પાલિકા સુધી લાંબુ ન થવું પડે અને ઘરે બેઠા જ પોતાના મોબાઈલથી પોતાના વિસ્તારની સમસ્યાની ફરિયાદ પાલિકામાં નોંધાવી શકે તે માટે પાલિકા દ્વારા મોબાઈલ વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે.
આજના ડિજિટલ યુગમાં પાલનપુર નગરપાલિકા પણ તેના પગલે ચાલી રહી છે અને લોકોને કેવી રીતે સરળતાથી તેમની સમસ્યાનો ઉકેલ આવે અને તેમની સમસ્યા પાલિકા સુધી પહોંચાડી શકે તે માટે સરળ અને ઝડપથી કામ થાય તે માટે નગરપાલિકા દ્વારા PalanpurNagarpalika.org નામની મોબાઈલ વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે. આ મોબાઇલ આ વેબસાઈટમાં કોઈપણ વ્યક્તિ તેના વિસ્તારની જે પણ ડિપાર્ટમેન્ટને લગતી સમસ્યા હશે તે વેબસાઈટમાં લખીને પાલિકાને જાણ કરશે તેનો સીધો જ મેસેજ નગરપાલિકાના જે તે ડિપાર્ટમેન્ટમાં જશે અને તે ડિપાર્ટમેન્ટ દ્વારા ઝડપી માં ઝડપી આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે તેનું સંપૂર્ણ મોનિટરિંગ પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ તેમજ નગરપાલિકા પ્રમુખ નાગજીભાઈ દેસાઈ સહીત જે તે ડિપાર્ટમેન્ટના અધિકારી દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે.
આ વેબસાઈટને પાલનપુર નગર પાલિકા ખાતેથી આજરોજ બુધવારે નગરપાલિકા પ્રમુખ નાગજીભાઈ દેસાઈ ના હસ્તે તેમજ કારોબારી ચેરમેન પિયુષ ભાઈ પટેલ અને પાલિકા ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ સહિત નગર સેવકો અને પાલિકાના સ્ટાફની ઉપસ્થિતિમાં ખુલ્લી મુકવામાં આવી હતી. સાથે સાથે બે મોબાઈલ નંબર 8141867957 અને 8141867958 નંબર ઉપર પણ પોતાની ફરિયાદ લખાવી શકશે. આમ, ઇન્ચાર્જ પ્રમુખે પાલિકાની ફરિયાદોને લઈને પાલનપુરની જનતાને પડતી હાલાકીઓનો ઉકેલ લાવવા માટે ઘેર બેઠા ફરિયાદ નોંધાવવાની સાથે તેનું સ્ટેટસ જાણવાની સુવિધા ઉપલબ્ધ કરાવતા નગરજનોએ પણ પાલિકાની નવતર પહેલને આવકારતા બિરદાવી હતી.
ટેગ્સ:#e-Governance#Public Complaints#Palanpur Municipality#BJP Administration#citizen engagement#Local Government Initiatives#Community Feedback#Mobile Website#Digital Administration#Problem Resolution
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા શાક માર્કેટમાં વિવાદનો વંટોળ: તંત્રના નિર્ણય સામે વેપારીઓએ બાયો ચઢાવી
16 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના પંથકમાં વિકાસની નવી રફ્તાર : બનાસ નદી પર સબમર્સીબલ બ્રિજનું વિધિવત પૂજન કરાયું
17 કલાક પહેલા
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
