રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ6 મે, 2025| Super Admin

પાટણમાં ઓવરબ્રિજની કામગીરી અંતિમ ચરણમાં પહોંચી

પાટણમાં ઓવરબ્રિજની કામગીરી અંતિમ ચરણમાં પહોંચી
પાટણ શહેરના કોલેજ રોડ પર છેલ્લા ત્રણ વર્ષથી નિર્માણાધીન ટી આકારના રેલવે ઓવરબ્રિજની કામગીરી હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. રૂ.38 કરોડના ખર્ચે બની રહેલા આ બ્રિજને ચોમાસા પહેલા જનતા માટે ખુલ્લો મૂકવાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.હાલમાં બ્રિજ પર ડામર રોડનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ડામર રોડ પર હજુ બી.એમ. અને સિલકોટનું સ્તર લગાવવામાં આવશે. આ ઉપરાંત બ્રિજ પર સ્ટ્રીટ લાઈટ્સ મૂકવાની કામગીરી પણ બાકી છે. બ્રિજની કામગીરી પૂર્ણ થયા બાદ વેઇટ લેબ ટેસ્ટિંગ કરવામાં આવશે. બ્રિજની બંને તરફ હાલમાં ઉબડખાબડ સર્વિસ રોડ આવેલો છે. આ સર્વિસ રોડનું નિર્માણ પણ ટેન્ડર પ્રક્રિયામાં સામેલ છે અને બ્રિજ ખુલ્લો મૂકાય તે પહેલા તેનું નિર્માણ કરવામાં આવશે.બ્રિજનું નિર્માણ કરી રહેલા કન્સ્ટ્રક્શન કંપનીના સુત્રોએ જણાવ્યા મુજબ, હાલમાં બ્રિજનું ફિનિશિંગ,કલરકામ અને ડામર રોડનું કામ ચાલી રહ્યું છે. બ્રિજને શરૂ કરવા માટે હજુ એક મહિના જેટલો સમય લાગશે. ઉલ્લેખનીય છે કે આ બ્રિજનું નામકરણ પણ 'શેઠ કિલાચંદ" ઓવરબ્રિજ રાખવા માટે નો ઠરાવ પણ પાટણ નગરપાલિકા દ્વારા તાજેતરમાં કરવામાં આવ્યો છે ત્યારે આ ઓવર બ્રીજ શરૂ થતાં આ વિસ્તારની ટ્રાફિક સમસ્યા હળવી બનશે તેવો આશાવાદ શહેરીજનોએ વ્યક્ત કર્યો છે.

સંબંધિત સમાચાર