રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા27 જાન્યુઆરી, 2025| Super Admin

જિલ્લા વિભાજનનો વિરોધ બરકરાર; ધાનેરાવાસીઓએ 5000થી વધુ અરજીઓ કલેકટર સમક્ષ રજુ કરી

જિલ્લા વિભાજનનો વિરોધ બરકરાર; ધાનેરાવાસીઓએ 5000થી વધુ અરજીઓ કલેકટર સમક્ષ રજુ કરી
ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ: માંગણી નહિ સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી બનાસકાંઠા જિલ્લાના વિભાજન સામેનો વિરોધ વકરતો જાય છે. ધાનેરા તાલુકાને વાવ- થરાદ જિલ્લામાં સમાવેશ કરવા સામે આજે ધાનેરાવાસીઓએ પાંચ હજારથી વધુ વાંધા અરજીઓ જિલ્લા કલેકટર સમક્ષ રજુ કરી હતી. બનાસકાંઠા જિલ્લાના વિભાજન માં ધાનેરા તાલુકાનો વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરાયો છે. જેને લઈને ધાનેરા તાલુકામાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ત્યારે ધાનેરાને થરાદ જિલ્લામાં સમાવેશ કરવા સામે 5000 થી વધુ વાંધા અરજીઓ લઈ ધાનેરા ના અગ્રણીઓ કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં જિલ્લા કલેકટર સમક્ષ વાંધા અરજીઓ રજૂ કરી ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ કરાઈ હતી. ગ્રામ પંચાયતના લેટરપેડ પર અને સર્વ સમાજના અગ્રણીઓ દ્વારા વાંધા અરજીઓ કરાઈ હોવાનું એડવોકેટ દિપક ગલચરએ જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના વિભાજન સામે કોઈ વાંધો નથી. પરંતુ સામાજિક, આર્થિક અને વ્યવસાયિક રીતે ધાનેરા તાલુકો બનાસકાંઠા સાથે જોડાયેલો હોઈ ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ બુલંદ બની છે. ત્યારે સરકાર ધાનેરાવાસીઓની લાગણી સમજે તેવી માંગ ભાવેશ ભડથીયાએ કરી હતી. જોકે, માંગણી નહિ સંતોષાય તો ધાનેરાવાસીઓએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

સંબંધિત સમાચાર