રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ30 જાન્યુઆરી, 2025| Super Admin

હોસ્પિટલના બાયો મેડિકલ વેસ્ટ મામલે વિપક્ષના સભ્ય અને શહેર કોગ્રેસ પ્રમુખે તપાસની માગ

હોસ્પિટલના બાયો મેડિકલ વેસ્ટ મામલે વિપક્ષના સભ્ય અને શહેર કોગ્રેસ પ્રમુખે તપાસની માગ
હેલ્થ વિભાગની ટીમ અને પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર એ ટ્રેક્ટરમાં લઈ જવાતા કચરાની સાથે બાયોમેડિકલ વેસ્ટની તપાસ હાથ ધરી હેલ્થ વિભાગની ટીમ દ્વારા રિપોર્ટ તૈયાર કરી DHO તેમજ પાલિકા અધિકારીને સુપ્રત કરાશે પાટણ નગરપાલિકાના ટ્રેક્ટરમાં કચરાની સાથે સાથે મેડિકલ વેસ્ટનો નિકાલ કરાતો હોવાને મામલે ગુરુવારે શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ નગરપાલિકાના વિપક્ષના કોર્પોરેટરે નગરપાલિકાના ટ્રેક્ટરને ઊભું રખાવી તપાસ કરતા કચરાની સાથે સાથે કેટલોક બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો જોવા મળતા આ મામલે તેઓએ હેલ્થ વિભાગના અધિકારીઓને તેમજ પાટણ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરને સ્થળ પર બોલાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે. બાયો મેડિકલ વેસ્ટનો જથ્થો જોવા મળતા તેઓએ પાલિકાના સેનેટરી ઈન્સપેકટર સહિત હેલ્થ વિભાગના અધિકારીઓને ધટના સ્થળે બોલાવી તેની તપાસ કરવા અને હોસ્પિટલ ના એકત્ર કરાયેલા કચરાની સાથે હોસ્પિટલમાં ઉપયોગ કરાયેલ કેટલોક બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ કરવા પાલિકા ના ટ્રેક્ટરનો ઉપયોગ કરવા બદલ યોગ્ય કાયૅવાહી કરવામાં આવે તેવી માગ કરતા પાલિકાના સેનેટરી ઈન્સપેકટર સહિત હેલ્થ વિભાગની ટીમે ધટના સ્થળે આવી ટ્રેક્ટરમાં કાળી બેગોમાં રખાયેલ કચરાને જાહેરમાં ઢાલવી તેની તપાસ કરતાં મોટા ભાગની કાળી બેગો માથી હોસ્પિટલનો સફાઇ કરી એકત્ર કરવામાં આવેલ કચરો જોવા મળ્યો હતો. જોકે તેમા થોડો ધણો બાયોમેડિકલ વેસ્ટ પણ ધ્યાનમાં આવતા હેલ્થ વિભાગ ની ટીમે આ બાબતે જરૂરી રિપોર્ટ તૈયાર કરી જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ નગરપાલિકાના અધિકારી ને સુપ્રત કરી આગળની કાયૅવાહી કરવા મોકલી આપવામાં આવનાર હોવાનું તાલુકા હેલ્થ ઓફિસર અને પાલિકા ના સેનેટરી ઈન્સપેકટરે જણાવ્યું હતું. તો આ વેસ્ટ કચરા મામલે પાલિકાના વિપક્ષના નગર સેવક ભરતભાઈ ભાટિયા અને શહેર કોગ્રેસ પ્રમુખ દિપકભાઈ પટેલે પાલિકા સતાધીશો સામે આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકાના ટેકટરમાં ખૂબ મોટા પ્રમાણમાં હોસ્પિટલ નો એકત્ર કરાયેલ કચરાની સાથે મેડિકલ વેસ્ટ કચરાના નિકાલ માટે માખણીયાના ડમ્પિંગ સાઈડમાં કયા સત્તાધિશો ના છુપા આશીર્વાદથી નિકાલ કરવામાં આવે છે તેની તટસ્થ તપાસ કરી યોગ્ય કાયૅવાહી કરવામાં આવે તેવી માગ પણ કરી હોવાનુ જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર