રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ21 જૂન, 2026| Super Admin

પાટણ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં વિપક્ષનો હોબાળો

પાટણ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં વિપક્ષનો હોબાળો

વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે વિપક્ષે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો

વિવિધ સમિતિઓની શાસકપક્ષ દ્રારા નિમણૂક કરવામાં આવી

પાટણ નગરપાલિકાની નવીન પ્રમુખ ચંદ્રિકાબેન રાવળના અધ્યક્ષ સ્થાને શનિવારે મળેલી પ્રથમ સામાન્ય સભામાં વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસ અને અપક્ષના કોર્પોરેટરોએ વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરીને શાસક પક્ષનો ઉગ્ર વિરોધ કર્યો હતો.સભાની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનકલ્યાણકારી સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવા બદલ અભિનંદન પ્રસ્તાવ પાસ કરવામાં આવતા વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો. નગરપાલિકાના વહીવટને સુદ્રઢ બનાવવા માટે મહામંત્રી સંજય પટેલ અને લાલજી દેસાઈ દ્વારા વિવિધ કમિટીના નામોનું મેન્ડેડ રજૂ કરાયું હતું, જેના આધારે વિવિધ કમિટીઓના ચેરમેન અને સભ્યોની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી.

બોર્ડમાં રજૂ થયેલા ૧૫ જેટલા વિકાસના કામો પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ તેમાંથી ૫૦ ટકા કામોને બહાલી આપવામાં આવી હતી. જોકે, વિરોધ પક્ષ દ્વારા આ કામગીરી સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.આ દરમિયાન અપક્ષ કોર્પોરેટર ભરત ભાટિયાએ નગરપાલિકાની પ્રથમ સભાની કામગીરી સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, સભામાં પાટણ શહેરની મુખ્ય સમસ્યાઓ જેવી કે ઉભરાતી ગટરો, કચરાના ઢગલા, બંધ સ્ટ્રીટ લાઈટો અને પીવાના પાણીની વ્યવસ્થા અંગે ચર્ચા થવી જોઈતી હતી.ભાટિયાએ વડાપ્રધાનના અભિનંદન પ્રસ્તાવનો પણ વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, રામ મંદિર માંથી સોનાની ચોરી, અસુરક્ષિત સરહદો, વધતી મોંઘવારી અને ગેસ બાટલાના ભાવવધારા જેવા મુદ્દે પ્રજાને ગેરમાર્ગે દોરવા આ ખોટો પ્રસ્તાવ લવાયો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, શાસક પક્ષના સભાસદોને મોડેથી જ્ઞાન થતાં કામ નંબર ૧૨ થી તમામ કામો રદબાતલ કરાયા હતા.

આ ઉપરાંત, વર્ષ ૨૦૨૦ ના પરિપત્રનો અમલ ૨૦૨૬ માં કરીને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લીધા વિના માત્ર ઝેરોક્ષ નકલના આધારે મનગમતી એજન્સી લાવવા કન્સલ્ટન્ટની નિમણૂકનું કામ નંબર ૪ મંજૂર કરાયું હતું. ભુગર્ભ ગટરના કામમાં માત્ર ૧૮ કલાકમાં જ અંદાજિત ખર્ચ ૪૨ થી ૪૫ લાખથી વધારીને ૬૯ લાખ કરી ટેન્ડર પ્રક્રિયા વિના ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. ભરત ભાટિયાએ ૫ લાખથી વધુના તમામ કામો ખુલ્લા ટેન્ડરથી કરવાની માંગ કરી હતી.કોંગ્રેસના કોર્પોરેટર દીપક પટેલે પણ સભાની કાર્યવાહી સામે વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે, બોર્ડ સમક્ષ લાવવામાં આવેલા ૧ થી ૧૩ કામો પૈકી ચોથા નંબરનું કન્સલ્ટન્ટ એજન્સીની નિમણૂકનું કામ વિરોધ પક્ષના સભાસદોને તપાસ કરવા છતાં બતાવવામાં આવ્યું નહોતું અને માત્ર શાસકોની સેટિંગવાળી એજન્સી ગોઠવવા માટે પાસ કરી દેવાયું છે. ચીફ ઓફિસર દ્વારા ૧૦ દિવસ પહેલાં ભુગર્ભ ગટરની સમસ્યા માટે ટેલિફોનિક ચર્ચા દરમિયાન ૪૫ લાખનો ખર્ચ જણાવવામાં આવ્યો હતો, પરંતુ બોર્ડમાં આ રકમ વધારીને ૬૯ લાખ કરી દેવાતાં તેમાં સ્પષ્ટ ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે.વિપક્ષે માંગ કરી હતી કે, આ કામો માટે પ્રોપર ટેન્ડર પ્રક્રિયા થવી જોઈએ અને તેની સમય મર્યાદા નક્કી થવી જોઈએ.માત્ર ભારત માતા કી જય બોલાવીને ભ્રષ્ટાચારના કામો મંજૂર કરવા સામે વિપક્ષે આકરા શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો અને ભવિષ્યમાં પણ પ્રજાના હિત અને વિકાસના કામોમાં સહયોગ આપવાની સાથે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવાની ચીમકી ઉચ્ચારી હતી.

સંબંધિત સમાચાર