રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ22 જૂન, 2026| Super Admin

રાધનપુરમાં ગરીબોના અનાજની ખુલ્લેઆમ લૂંટ ? કાળાબજારના કાળા ખેલ પાછળ કોનો હાથ ?

રાધનપુરમાં ગરીબોના અનાજની ખુલ્લેઆમ લૂંટ ? કાળાબજારના કાળા ખેલ પાછળ કોનો હાથ ?

રાધનપુરના ગંજબજાર આસપાસની કેટલીક દુકાનોમાં ગરીબોને સરકારી યોજનામાં મળતો ઘઉં અને ચોખાનો મોટાપાયે કાળાબજાર ચાલી રહ્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ગરીબોના હકનું અનાજ ખુલ્લેઆમ વેચાઈ રહ્યું હોવાના આક્ષેપો વચ્ચે તંત્રની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. લોકોમાં ચર્ચા છે કે આખો કાળોબાર કોઈના આશીર્વાદ વગર શક્ય નથી રાધનપુર માર્કેટ યાર્ડના ચેરમેન તેમજ જવાબદાર પદાધિકારીઓ આ બાબતે અજાણ છે કે, પછી આંખ આડા કાન કરી રહ્યા છે તેવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે. સાથે જ મામલતદાર કચેરીની ભૂમિકા અંગે પણ અનેક શંકાઓ વ્યક્ત થઈ રહી છે. આક્ષેપો મુજબ સરકારી અનાજ રાધનપુર GIDC વિસ્તારમાં આવેલા ખાનગી ગોડાઉનોમાં પહોંચાડવામાં આવે છે. અને ત્યાંથી મોટા પાયે ગેરકાયદેસર વેચાણ કરવામાં આવે છે. જો આ વાતોમાં સત્ય હોય તો ગરીબોના મોઢામાંથી કોળિયો છીનવીને ભ્રષ્ટાચારનો મોટો ખેલ રમાઈ રહ્યો છે. હવે પ્રશ્ન એ છે કે, જિલ્લા પુરવઠા તંત્ર, મામલતદાર કચેરી અને ઉચ્ચ અધિકારીઓ આ સમગ્ર મામલે કડક તપાસ કરશે કે, પછી હપ્તા સિસ્ટમના આક્ષેપો વચ્ચે ફાઈલોમાં જ બધું દબાઈ જશે ? ગરીબોના હક્કના અનાજની લૂંટ કરનારાઓ સામે કડક કાર્યવાહી થાય તેવી લોકમાગ ઉઠી રહી છે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર