દાંતીવાડા પાસે દૂધનું ટેન્કર ઇકો કાર પર પલટાયું, અકસ્માતમાં એકનું મોત; 5 લોકો ઈજાગ્રસ્ત, દાંતીવાડા નજીક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. દૂધનું ટેન્કર ઇકો કાર પર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. અકસ્મતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી. ટેન્કર કયા કારણોસર ઇકો કાર પર પલટી ગયું અને અકસ્માત પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. અકસ્મતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા. પોલીસે સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી શરૂ કરી છે.
દાંતીવાડા પાસે અકસ્માતમાં એકનું મોત; : દિયોદર કોર્ટનો હત્યા કેસમાં બે આરોપીને આજીવન કેદ

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં ઉત્તર પોલીસનું ટ્રાફીક જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા પાલિકાની લાલઆંખ: રખડતા ઢોરના ત્રાસ સામે સઘન ઝુંબેશ શરૂ
2 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા જમીન વિકાસ બેંકની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય: તમામ બેઠકો પર 'ક્લીન સ્વીપ'
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા દક્ષિણ પોલીસની મોટી સફળતા: ૧૦૦થી વધુ CCTV ચકાસી લૂંટનો અનડીટેક્ટ ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલાયો
2 દિવસ પહેલા
