રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા18 એપ્રિલ, 2025| Super Admin

વડાલી સામૂહિક આત્મહત્યાના કેસમાં એકની ધરપકડ; એક ફરાર

વડાલી સામૂહિક આત્મહત્યાના કેસમાં એકની ધરપકડ; એક ફરાર

સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સામૂહિક આત્મહત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસે HDFC બેંકના એજન્ટની ધરપકડ કરી છે. આ કેસમાં બીજો આરોપી હજુ ફરાર છે. ગત 12 એપ્રિલે વડાલીના સગરવાસમાં વિનુભાઈ મોહનભાઇ સગર, તેમની પત્ની કોકિલાબેન, બે પુત્રો અને એક પુત્રીએ ઝેરી દવા પીધી હતી. સારવાર દરમિયાન પતિ-પત્ની અને બે પુત્રોનાં મોત થયાં હતાં. પુત્રી કૃષ્ણાબેન ઉર્ફે ભૂમિબેન હાલ ગાંધીનગરની આસ્થા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઇડર DySP સ્મિત ગોહિલના જણાવ્યા અનુસાર, મૃતક વિનુભાઈએ તેમના મિત્ર મહેશ પટેલના ક્રેડિટ કાર્ડ પર 3 લાખની લોન લીધી હતી. એજન્ટ ભદ્રરાજસિંહ હપ્તાની ઉઘરાણી માટે ધમકીઓ આપતો હતો. બીજો આરોપી અંકિત પટેલ વિનુભાઈના ઘરેથી ટ્રોલી, કલ્ટી અને ઇલેક્ટ્રિક બાઇક લઈ ગયો હતો. ઘટના દિવસે પરિવારે સ્ટીલના બે ગ્લાસ અને ત્રણ વાટકીમાં ઝેરી દવા પીધી હતી. પુત્રીએ બહાર આવીને બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકોએ 108ને જાણ કરી હતી. પરિવારને પ્રથમ વડાલી આરોગ્ય કેન્દ્ર, પછી ઇડરની પંચમ હોસ્પિટલ અને ત્યારબાદ હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ભદ્રરાજસિંહને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરશે. બીજા આરોપી અંકિત પટેલની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

સંબંધિત સમાચાર