રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ14 માર્ચ, 2026| Super Admin

પાટણ જિલ્લામાં તા.29 એપ્રિલ સુધી તહેવારોને પગલે હથિયારબંધી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

પાટણ જિલ્લામાં તા.29 એપ્રિલ સુધી તહેવારોને પગલે હથિયારબંધી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
કાયદો-વ્યવસ્થા અને સુલેહ-શાંતિ જળવાઈ રહે તે માટે જાહેરનામાનો અમલ જરૂરી પાટણ જિલ્લામાં આગામી સમયમાં ઉજવવામાં આવનારા વિવિધ ધાર્મિક તથા સામાજિક તહેવારોને ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ રહે તેમજ જિલ્લામાં સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુસર પ્રતિબંધાત્મક પગલાં લેવામાં આવ્યા છે. પાટણ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ હિરેન ચૌહાણ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ- 1951 ની કલમ-37(1) હેઠળ મળેલ સત્તાનો ઉપયોગ કરીને પાટણ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા 01 માર્ચ, 2026 થી તા.29 એપ્રિલ 2026 સુધી હથિયારબંધીનો હુકમ જાહેર કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન કોઈપણ વ્યક્તિએ શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદુક, ચપ્પુ, લાકડી કે લાઠી અથવા અન્ય કોઈપણ એવી વસ્તુ કે જેના દ્વારા શારીરિક ઈજા પહોંચાડી શકાય તે સાથે રાખવી અથવા એકત્રિત કરવી મનાઈ રહેશે. ઉપરાંત વિસ્ફોટક પદાર્થો બનાવવું અથવા સાથે રાખવું, સરઘસ દરમિયાન જલતી મશાલો લઈ જવી, પથ્થર કે ફેંકી શકાય તેવી ચીજો સાથે રાખવા જેવા કૃત્યો પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આ ઉપરાંત જુસ્સાદાર ભાષણો કરવું,નનામીઓ કે પૂતળા બાળવા, અશ્લીલ અથવા બિભત્સ સૂત્રોચ્ચાર કરવો,અશ્લીલ ગીતો ગાવા તેમજ ધાર્મિક કે સામાજિક લાગણીઓને ઠેસ પહોંચે તેવા સૂત્રો પોકારવા અથવા નીતિભંગ થાય તેવા ચિત્રો,પત્રિકાઓ કે પ્લેકાર્ડ તૈયાર કરવા કે પ્રદર્શિત કરવા જેવા કૃત્યો પર પણ પ્રતિબંધ રહેશે. ઉલ્લેખનીય છે કે આ હુકમનો અમલ પાટણ જિલ્લાના સમગ્ર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લાગુ પડશે. જોકે ફરજ પરના સરકારી કર્મચારીઓ તથા સંબંધિત અધિકારીઓ દ્વારા મંજૂરી આપવામાં આવેલ વ્યક્તિઓને જરૂરી સંજોગોમાં આ હુકમમાંથી અપવાદ આપવામાં આવશે. આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સામે મુંબઇ પોલીસ અધિનિયમ-1951ની કલમ-135 તથા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ-223 મુજબ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.આ હુકમના અમલ માટે પાટણ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડકોન્સ્ટેબલ અથવા તેનાથી ઉપરના હોદ્દાના તમામ પોલીસ અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા હોવાનું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ હિરેન ચૌહાણ દ્વારા જાહેરનામામાં જણાવાયું છે.    

સંબંધિત સમાચાર