રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા21 ઑગસ્ટ, 2025| Super Admin

ઇકબાલગઢમાં ઉત્તર ગુજરાતના બટાટા ઉત્પાદક ખેડૂતો અને આગેવાનોની મહા બેઠક

ઇકબાલગઢમાં ઉત્તર ગુજરાતના બટાટા ઉત્પાદક ખેડૂતો અને આગેવાનોની મહા બેઠક
બનાસકાંઠાના ખેડૂતોનું કોન્ટ્રાકટ ફાર્મીગમાં શોષણ કોર કમિટી અને ખેડૂતોએ સાથે મળીને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે એક મજબૂત રણનીતિ તૈયાર કરી બનાસકાંઠા જિલ્લાના બટાટાનું વાવેતર કરતા ખેડૂતોને કૉન્ટ્રાક્ટ ફાર્મિંગમાં શોષણથી બચાવવા માટે બનાસકાંઠા પોટેટો ફાર્મર એસોસિએશનની કોર કમિટીએ એક મહા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી 700 થી પણ વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો અને શોષણ અટકાવવા કોર કમિટી સાથે ઊભા રહેવાનો સંકલ્પ કર્યો હતો. ​બનાસકાંઠા જિલ્લાના ડીસા, વડગામ, અમીરગઢ અને પાલનપુર પંથકના ખેડૂતો મોટા પાયે બટાટાનું વાવેતર કરે છે. પરંતુ બજારમાં બટાટાના ભાવની વધઘટથી બચવા માટે, ઘણા ખેડૂતો કૉન્ટ્રાક્ટ ફાર્મિંગ તરફ વળ્યા છે. તેઓ વિવિધ કંપનીઓ, જેવી કે હાઇફન, મક્કન, સિમ્પલોટ, એટોપ, ફનવે, પેપિજો, મેકપટેલ, ઇસ્કોન બાલાજી અને ફાલ્કન પાસેથી બિયારણ લઈને બટાટા ઉગાડે છે. આ કંપનીઓ વેરાયટી પ્રમાણે પ્રતિ મણ રૂ.270 થી 281 નો ભાવ આપે છે.જે ઓછો છે.​એટલું જ નહીં, છેલ્લા કેટલાક સમયથી કેટલાક તત્વો કંપનીઓ અને ખેડૂતો વચ્ચે ગેરસમજ ઊભી કરી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. આ સમસ્યાને દૂર કરવા માટે બનાસકાંઠા પોટેટો ફાર્મર એસોસિએશનની કોર કમિટી દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં એક ખાનગી કોલ્ડસ્ટોરેજમાં આયોજિત આ બેઠકમાં, બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના 700 થી વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો. બેઠકમાં ચર્ચા થઈ કે કેટલાક હિંમતનગર સહિતના તત્વો ખોટાં ગ્રુપો બનાવીને ખેડૂતો અને કંપનીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આનાથી ખેડૂતોને ભાવ અને મહેનતમાં મોટું નુકસાન થઈ રહ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બેઠકમાં સર્વસંમતિથી કોર કમિટી અને ખેડૂતોએ શોષણ અટકાવવા માટે મજબૂત રણનીતિ તૈયાર કરી હતી.જેના કારણે ખેડૂતોના હિતોનું રક્ષણ થઈ શકશે. બેઠકમાં ક્યાં નિર્ણયો લેવાયા; કંપનીઓએ માત્ર કોર કમિટી સાથે જ ભાવ નક્કી કરવા અને કરાર કરવા, ખેડૂતોએ પણ કોર કમિટીના નિર્ણય મુજબ જ કંપનીઓ સાથે કરાર કરવા,​ લેભાગુ તત્વોને ઓળખીને તેમને જાકારો આપવો, જેથી ભવિષ્યમાં કંપનીઓને પણ કોઈ નુકસાન ન થાય. આ પગલાથી ખેડૂતો અને કંપનીઓ વચ્ચેનો વિશ્વાસ જળવાઈ રહેશે અને ખેડૂતોને યોગ્ય ભાવ પણ મળતા રહેશે તેવી આશા રાખવામાં આવે છે.

સંબંધિત સમાચાર