- હોમ
- /આંતરરાષ્ટ્રીય
- /નવી જણસીની આવક : ડીસા માર્કેટયાર્ડમાં રાયડા રાજગરા સાથે ચણાની બમ્પર આવક
નવી જણસીની આવક : ડીસા માર્કેટયાર્ડમાં રાયડા રાજગરા સાથે ચણાની બમ્પર આવક

ચાલુ વર્ષે શિયાળા દરમિયાન અનુકૂળ વાતાવરણને લઇ ખેતીના પાકોમાં કલોલીટી અને ઉત્પાદન સારું
આગામી સમયમાં કમોસમી વરસાદની આગાહીને લઇ માર્કેટયાર્ડમાં માલ લઈને આવતા ખેડૂતોને તકેદારી રાખવા સુચના
ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના વિવિધ માર્કેટયાર્ડોમાં રવિપાકોની આવક જોવા મળી રહી છે. રવી સીઝનમાં અત્યારે રાયડા રાજગોર જીરૂ ચણા સુવા ઘઉં સહિતના વિવિધ પાકોનીની આવક જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ રાયડાના પાકનું વાવેતર થયેલ છે. ડીસા માર્કેટયાર્ડમાં ખેડુતો દ્વારા છેલ્લા કેટલાક દિવસોથીથી ખેતપેદાશોની ઉપજ વેચાણ અર્થે આવતા માર્કેટયાર્ડ પણ ધમધમવા લાગ્યું છે. જેમાં રાયડો, રાજગરો,ચણા,અને જીરુંના પાકની નોંધપાત્ર આવક નોંધાઇ રહી છે. જેમાં આ વર્ષ ખાસ કરીને ડીસા આજુબાજુ ચાલુ વર્ષે ચણાનું ખુબ સારૂ વાવેતર થયું છે.
જેના કારણે ડીસા માર્કેટયાર્ડમાં ચણાની નોંધપાત્ર આવક થઈ રહી છે અને ખેડૂતોને પણ સારા ભાવ મળી રહ્યા છે. ડીસા માર્કેટયાર્ડમાં ચણાની ૪૮૦ બોલીની આવક સાથે ૯૮૦ થી ૧૦૨૫ રૂપિયા પ્રતિ મણ ભાવ મળી રહ્યા હતા. આ ઉપરાંત રાયડાની ૯૮૨૬ બોરીની આવક થઈ હતી. અને ખેડૂતોને ૧૧૨૧ થી ૧૩૦૦ સુધીના ભાવ પ્રતિ મણ મળવા પામ્યો હતો. રાયડાની આવક પણ દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ડીસા તાલુકામાં પણ આ વર્ષે બટાકાના ભાવમાં મંદી જોવા મળી રહી છે. ત્યારે ચાલુ વર્ષે રવિ સિઝનના અન્ય પાકોમાં સારા ભાવ મળતા નોંધપાત્ર તેજી જોવા મળી રહી છે. પરિણામે ઘણા ખેડૂતો માટે આ પાક લાભદાયી સાબિત થયો છે. ખાસ કરીને બટાકાની ખેતી કરતા આ વર્ષે ચણા રાજગરો અને રાયડો ઉગાડનારા ખેડૂતો વધુ ફાયદામાં રહ્યા હોવાનું પણ જોવા મળી રહ્યું છે. જેના કારણે ખેડૂત વર્ગમાં સંતોષ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સંબંધિત સમાચાર
આંતરરાષ્ટ્રીયલશ્કરી કાર્યવાહી એ કાયમી ઉકેલ નથી', પીએમ મોદીએ યુક્રેન અને પશ્ચિમ એશિયામાં શાંતિ માટે વાતચીત પર ભાર મૂક્યો
16 કલાક પહેલા
આંતરરાષ્ટ્રીયચીનમાં ભૂકંપના ઝટકા, 13 ઇમારતો ધરાશાયી, 7000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા
22 કલાક પહેલા
આંતરરાષ્ટ્રીયPM મોદી સ્વીડન પહોંચ્યા, સ્વીડિશ પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે
1 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીયઅબુ ધાબીના બરાકાહ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર ડ્રોન હુમલો, આગ લાગી
1 દિવસ પહેલા
