સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામે એક બંધ મકાનમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે પાડોશી જ ચોર હોવાનું શોધી કાઢી તેની ધરપકડ કરી છે. આરોપી પાસેથી રૂ. 12,34,650 નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. ચાર દિવસ પહેલા સોનાસણના ભુરીવાસમાં રહેતા દર્શનાબેન સુનીલભાઈ પટેલના બંધ મકાનમાંથી અજાણ્યા ઇસમે ઘરની ચાવીનો ઉપયોગ કરીને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. આ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં રૂ. 14,75,000ની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. સાબરકાંઠા LCBએ આ ગુનાની તપાસ શરૂ કરી હતી. LCBના ઇન્ચાર્જ PI ડી.સી. પરમારના જણાવ્યા અનુસાર, PSI આર.કે. જોષી અને એસ.જે. ચાવડાની ટીમોએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આસપાસના CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં પાડોશીએ બંધ મકાનમાંથી લાખોની ચોરી કરી

સંબંધિત સમાચાર
સાબરકાંઠાવિજયનગરમાં દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ: ભવ્ય શોભાયાત્રા અને સન્માન સમારોહ યોજાયો
22 કલાક પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ: વધુ 7 આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રકક્ષાનું 'NQAS' પ્રમાણપત્ર પ્રાપ્ત
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના જાદર ખાતે લોકમેળાનો ભવ્ય પ્રારંભ: ભક્તિ, આનંદ અને પરંપરાનો અનોખો ત્રિવેણી સંગમ
5 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં એલસીબીની રેડ: બે કારમાંથી રૂ.1.15 લાખના વિદેશી દારૂ સાથે 4 ઝડપાયા
1 અઠવાડિયા પહેલા
