થરાદ નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં નાગલા પુલ પાસે એક નંદી પડી જતાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાહદારીઓએ તાત્કાલિક થરાદ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડના જણાવ્યા અનુસાર, થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કોલ મળતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. સ્થાનિક લોકો અને રાહદારીઓની મદદથી નંદીને બચાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. એક કલાકથી વધુ સમય સુધી ચાલેલી બચાવ કામગીરી દરમિયાન નંદી કેનાલના ડિવાઈડર બહાર નીકળી શકતો ન હતો. આખરે લોડરની મદદથી નંદીને જીવિત બહાર કાઢવામાં સફળતા મળી હતી. બચાવ બાદ નંદીને ખુલ્લા વિસ્તારમાં છોડી મૂકવામાં આવી હતી.
થરાદની નર્મદા કેનાલમાં પડેલ નંદીનું એક કલાકની જહેમત રેસ્ક્યુ કરાયું

ટેગ્સ:#Narmada canal#Emergency Response#Rescue Operation#Fire Department#Animal Welfare#Nandi Rescue#Nagla Bridge#Loader Assistance#Tharad Municipal Fire Brigade
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં ઉત્તર પોલીસનું ટ્રાફીક જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા પાલિકાની લાલઆંખ: રખડતા ઢોરના ત્રાસ સામે સઘન ઝુંબેશ શરૂ
2 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા જમીન વિકાસ બેંકની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય: તમામ બેઠકો પર 'ક્લીન સ્વીપ'
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા દક્ષિણ પોલીસની મોટી સફળતા: ૧૦૦થી વધુ CCTV ચકાસી લૂંટનો અનડીટેક્ટ ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલાયો
2 દિવસ પહેલા
