રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
પાટણ23 ઑગસ્ટ, 2025| Super Admin

પાટણ શહેરમાં સજૉયેલ ભૂગર્ભ ગટરની સમસ્યાના નિરાકરણ મામલે પાલિકા પ્રમુખે વિવિધ સ્થળોની મુલાકાત લીધી

પાટણ શહેરમાં સજૉયેલ ભૂગર્ભ ગટરની સમસ્યાના નિરાકરણ મામલે પાલિકા પ્રમુખે વિવિધ સ્થળોની મુલાકાત લીધી
જીયુડીસી અને ભૂગર્ભ ગટર શાખાના કમૅચારીઓને સમસ્યાના નિરાકરણ માટે કડક સુચનાઓ અપાઈ પાટણ શહેરમાં છેલ્લા ત્રણેક દિવસથી વરસી રહેલા મેઘરાજાના કારણે પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ઉઘરાવવાની સમસ્યાઓ ઉદભવતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ભૂગર્ભ ગટરની સમસ્યા મામલે પાલિકા પ્રમુખ ને મળેલી રજુઆત ને પગલે શનિવારે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે શહેરના જીલ રેસીડેન્સી ખાલકશા પીર પાસે ના વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેઓએ સ્થાનિક રહીશો સાથે વાતચીત કરી તેઓની રજૂઆતને ધ્યાને રાખીને તાત્કાલિક સ્થળ પર જીયુડીસી તેમજ વોડૅ ઇસ્પેક્ટર તથા ભૂગર્ભ શાખાના કર્મચારીઓને બોલાવી સમસ્યાના નિરાકરણ માટે ની કામગીરી શરૂ કરાવી જરૂરી સૂચનાઓ આપી હતી. આ સાથે પાલિકા પ્રમુખે સૂર્યાનગર પંપીંગ સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી અને વોર્ડ નંબર 10 ના કોર્પોરેટરની રજૂઆતને આધારે વિસ્તારના ભઠ્ઠીવાડા વિસ્તારમાં ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાનું નિરાકરણ લાવવા ભૂગર્ભ શાખા ના સ્ટાફ સાથે હાજર રહી તાત્કાલિક ધોરણે આ સમસ્યાના નિરાકરણ ની કામગીરી માટે સૂચના આપી હતી.

સંબંધિત સમાચાર