રવિવારે કલર્સ ગુજરાતી અને જીઓ હોટસ્ટાર માં આવતા રસોઈ શો માં પાટણની પ્રજાપતિ સમાજની માં-દીકરી ની જોડીએ ગૌરી વ્રત વિશેષ જાંબુ શ્રીખંડ-પૂરીની વાનગી બનાવીને પાટણ નું ગૌરવ વધાર્યું છે. માતા - પુત્રીની જોડી એ સ્વાદ અને ભારતીય સંસ્કારની મીઠી સમજૂતી રજૂ કરી પૌરાણિક રસોઈ કળા ને પેઢી દર પેઢી જીવંત રાખવાના ભાવ ને ઉજાગર કર્યો હતો. પાટણ પ્રજાપતિ પરિવારની હિમાની પંકિતકુમાર પ્રજાપતિએ રસોઈ શો માં ચોથી વખત રસોઈ પ્રસ્તુત કરી હતી જ્યારે તેમની દીકરી હરિતા પ્રજાપતિ એ માત્ર નવ વર્ષ ની નાની ઉંમરે રસોઈ શો જેવા મોટા મંચ ઉપર પોતાના કળાના કૌશલ્ય અને આત્મવિશ્વાસ સાથે ભાગ લઈ અણમોલ અનુભવો નું આગોતરું પગરણ શરૂ કર્યુ છે.માત્ર નવ વર્ષની નાની ઉંમરે રસોઈમાં કુશળતા દર્શાવવી આ ખરેખર પ્રશંસનિય અને પ્રેરણાદાયી હોવાનું રસોઈ શો ના આયોજકો એ જણાવ્યું હતું.
પાટણ પ્રજાપતિ સમાજની માં-દીકરીએ કલર્સ ગુજરાતી અને જીઓ હોટસ્ટાર માં આવતા રસોઈ શોમાં ભાગ લીધો

ટેગ્સ:#Community Pride#young talent#Indian culture#Cooking Show#Colors Gujarati#jio Hotstar#Patan Prajapati Community#Mother-Daughter Duo#Jambu Shrikhand-Puri#Gauri Vrat#Culinary Arts#Generational Traditions#Cooking Skills
સંબંધિત સમાચાર
પાટણપાટણમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ: 'વોટ ચોર ગાદી છોડો'ના નારા સાથે ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ
2 દિવસ પહેલા
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
4 દિવસ પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
4 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
5 દિવસ પહેલા
