રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ11 મે, 2025| Super Admin

નારાયણી હોસ્પિટલ અને એકટીવ ગૃપ પાટણ દ્વારા રક્તદાન કેમ્પમાં ૬૦ થી વધુ બ્લડ બોટલો એકત્ર કરાઈ

નારાયણી હોસ્પિટલ અને એકટીવ ગૃપ પાટણ દ્વારા રક્તદાન કેમ્પમાં ૬૦ થી વધુ બ્લડ બોટલો એકત્ર કરાઈ
બ્લડ ડોનેશન થકી દેશ સેવામાં સહભાગી બન્યા નો આનંદ અનોખો છે : દિલીપભાઈ પટેલ સ્નેહ, સંવેદના અને સંસ્કારોનો ત્રિવેણી સંગમ એટલે માં આજે "માતૃત્વ દિવસ" નિમિત માતૃભૂમિ ભારત માતા ની રક્ષા કાજે દેશની સરહદો પર હાલમાં ભારત - પાકિસ્તાન વચ્ચે સજૉયેલી યુદ્ધ ની સ્થિતિ વચ્ચે પોતાના જીવનની પરવા કર્યા વિના રાત - દિવસ ફરજ બજાવતા દેશના વીર જવાનો સહિત ના ભારતીય નાગરિકો યુધ્ધ દરમિયાન ઈજાગ્રસ્ત બને તો તેઓને તાત્કાલિક બ્લડ મળી રહે તેવા ઉદેશથી "મારૂં રકત મારા દેશ માટે" અભિયાન અંતર્ગત પાટણ મણીભદ્ર હાઈટસ ખાતે નારાયણી હોસ્પિટલના ડો. પ્રિયાંશી પટેલ અને એકટીવ ગૃપ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પ માં પાટણ જાણીતા યુવા બિલ્ડર દિલીપભાઈ પટેલ સહિતના બ્લડ દાતાઓએ સ્વૈચ્છિક રીતે પોતાનું રક્તદાન કરી અંદાજીત ૬૦ થી વધુ બ્લડ બોટલ એકત્ર કરી હતી. પાટણના પત્રકાર યશપાલ સ્વામી એ પણ આ બ્લડ કેમ્પમાં પોતાનું પંચાવન મી વખત રક્તદાન કરી દેશ સેવામાં સહભાગી બન્યા હતા. આ પ્રસંગે પાટણ ના જાણીતા બિલ્ડર અને સેવાભાવી યુવા અગ્રણી દિલીપભાઈ પટેલે દેશ સેવા કાજે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પની સરાહના કરી બ્લડ ડોનેશન થકી દેશ સેવામાં સહભાગી બન્યા નો આનંદ અનોખો હોવાનું જણાવી બ્લડ ડોનેશન કરનાર તમામ બ્લડ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

સંબંધિત સમાચાર