રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ1 સપ્ટેમ્બર, 2025| Super Admin

પાટણ જિલ્લામાંથી અંબાજી જવા 80 થી વધુ પગપાળા સંઘોમાં 5000 થી વધુ યાત્રીઓ જોડાશે

પાટણ જિલ્લામાંથી અંબાજી જવા 80 થી વધુ પગપાળા સંઘોમાં 5000 થી વધુ યાત્રીઓ જોડાશે
મંગળવાર સાંજથી એક પછી એક પગપાળા યાત્રા સંઘો અંબાજી તરફ મા અંબાના જય ઘોષ વચ્ચે પગરવ માંડશે; પાટણ જિલ્લા માંથી તા. 2 સપ્ટેમ્બરે થી નાના મોટા 80 થી વધુ પગપાળા સંઘોમાં 5 હજારથી વધુ માઈભક્તો જોડાઈ ને બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે જવા માટે પ્રયાણ કરવાના છે.જેને લઈને પગપાળા યાત્રાસંઘો ના આયોજકો દ્વારા માતાજીની માંડવી સહિત સીધા સમાન મૂકવા માટે લઈ જવાતા ટ્રેકટરો સહિત ના સાધનો સજાવવાની તૈયારીઓ પુરજોશમાં હાથ ધરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે બિરાજમાન આધશક્તિ અંબાજી માતાના મંદિર ખાતે દર વર્ષ ભાદરવી પૂનમનો ભવ્ય લોકમેળો ભરાયા છે.જેમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો માંથી પણ લાખો ભકતો ઉમટી જગદંબાના ચરણોમાં શિશ નમાવવા માટે માતાજીના રથો સાથે સંઘ લઇને પગપાળા ચાલીને આવે છે. તા. 1 સપ્ટેમ્બરથી અંબાજી ખાતે આ જંગદબા નો ભવ્ય મેળો નો પ્રારંભ થઇ ચુકયો છે. ત્યારે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નાના મોટા 80 થી વધુ પગપાળા સંઘ અંબાજી જવાના છે જેમાં અંદાજે 5 હજારથી વધુ પદયાત્રીઓ જોડાશે.જે માટે સંઘોના આયોજકો દ્રારા શ્રી ભાદરવી પુનમયા સંઘ સેવા ટ્રસ્ટ અંબાજી માં પોતાના રજીસ્ટ્રેશન પણ કરાવી લીધા છે. આ રજીસ્ટ્રેશન કરાવેલા સંઘોએ પોતાના ઉતારા સ્થળ સુધી પોતાના વાહનો લઇ જવા માટે ઓનલાઈન પરમિશન મેળવી  એડવાન્સ પાસ મેળવી લીધા છે. તો કેટલાક પદયાત્રીઓ માતાજી ની ધજા પતાકા સાથે એકલ દોકલ અથવા તો પોતાના ગ્રુપમાંઆગામી 2 સપ્ટેમબર સાજ થી વાજતે-ગાજતે બોલ મારી અંબે નાદ સાથે અંબાજી જવા માટે પ્રયાણ કરશે.

સંબંધિત સમાચાર