રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ11 મે, 2025| Super Admin

પાટણના બેબાશેઠ દ્રારા આયોજિત રકતદાન કેમ્પમાં ૩૦૦ થી વધુ બોટલો બ્લડની એકત્ર થઇ

પાટણના બેબાશેઠ દ્રારા આયોજિત રકતદાન કેમ્પમાં ૩૦૦ થી વધુ બોટલો બ્લડની એકત્ર થઇ
સ્વેચ્છાએ રક્તદાન કરનારા રક્તદાતાઓનો બેબાભાઈ શેઠ પરિવારે આભાર વ્યક્ત કર્યો; ભારત પાકિસ્તાન વચ્ચે હાલમાં ચાલી રહેલી યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે સરહદને અડીને આવેલ પાટણ જિલ્લામાં ઇમર્જન્સીની સ્થિતિને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે રાષ્ટ્રના હિતમાં જવાનો અને નાગરિકો માટે બ્લડની જરૂરિયાત તુરંત પૂર્ણ કરી શકાય તે માટે રવિવારે પાટણના સદગૃહસ્થ બેબા શેઠના સૌજન્યથી પાટણની જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ ધારપુર દ્વારા એક બોટલ દેશ કે નામ બ્લડ ડોનેશન કેમ્પનું સવારે ૯ થી સાંજે ૬ કલાક સુધી યશધામ બુકીગ કેમ્પસ,પદ્મનાભ ચાર રસ્તા નજીક આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વૈચ્છિક રક્તદાન કેમ્પમાં તમામ સમાજના લોકો એ દેશ સેવામાં સહભાગી બનવા પોતાના નું સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પ માં અંદાજીત ૩૦૦ કરતાં વધુ રકતદાતાઓએ પોતાનું બ્લડ ડોનેટ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. સ્વૈચ્છિક રક્તદાન કરવા બદલ તમામ રક્તદાતાઓ નો બેબાભાઈ શેઠ પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. પાટણના સુખ-દુઃખમાં હંમેશા તન મન અને ધનથી સહયોગી બનતા સેવાભાવી અગ્રણી બિલ્ડર બેબાભાઈ શેઠ દ્વારા આયોજિત આ મેગા બ્લડ કેમ્પમાં પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત નગરપાલિકાના કોર્પોરેટર મનોજભાઈ પટેલ તેમજ પાટણ શહેરના રાજકીય- સામાજિક આગેવાનો અને પાટણની પ્રબુદ્ધ જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દેશ સેવાના કાર્યમાં સહભાગી બન્યાનું ગૌરવ અનુભવી બેબાભાઈ શેઠની સેવા પ્રવૃત્તિ ને સરાહનીય લેખાવી હતી.

સંબંધિત સમાચાર