રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ22 મે, 2026| Super Admin

ચાણસ્મામાં વ્યાજખોરોનો આતંક: 4 લાખ સામે 14.49 લાખ વસૂલ્યા

ચાણસ્મામાં વ્યાજખોરોનો આતંક: 4 લાખ સામે 14.49 લાખ વસૂલ્યા

ચાણસ્મામાં વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે. જેમાં ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા જન્મેજય તેજલમજી વાઘેલાએ કારોડા ગામના બે શખ્સો વિરુદ્ધ ઊંચા વ્યાજે નાણાં ધીરધાર કરી ધાક-ધમકી આપવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે.ફરિયાદીએ રૂ. 4 લાખના બદલામાં રૂ. 14.49 લાખ ચૂકવી દીધા હોવા છતાં, આરોપીઓ વધુ 3 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા હતા. વર્ષ 2023માં જન્મેજય વાઘેલાને તેના નાના ભાઈના લગ્ન પ્રસંગે નાણાંની જરૂરિયાત ઊભી થઈ હતી. આ સમયે તેના કુટુંબી માસીયાઈ ભાઈ અરવિંદજી બાબુજી ઠાકોરે તેને ભીખાભાઈ મફતલાલ પ્રજાપતિ પાસેથી 2 ટકા વ્યાજે રૂ. 4,00,000અપાવ્યા હતા.

શરૂઆતના આઠ મહિના સુધી 2 ટકા વ્યાજ વસૂલ્યા બાદ,આરોપીઓએ વ્યાજની ટકાવારી વધારી દીધી હતી.ફરિયાદીએ 4,00,000 રૂપિયાની સામે અત્યાર સુધીમાં રોકડા,ઓનલાઇન પેમેન્ટ અને સોનાની લોન ટ્રાન્સફર કરીને કુલ 14,49,650 રૂપિયા ચૂકવી દીધા છે.આટલી મોટી રકમ ચૂકવી દીધા છતાં,આરોપી ભીખાભાઈ પ્રજાપતિ અને અરવિંદજી ઠાકોર હજુ પણ રૂ. 3,લાખ બાકી હોવાનું કહીને ઉઘરાણી કરી રહ્યા છે. આરોપી અરવિંદજીએ ફરિયાદીની ઇકો ગાડીમાંથી 10 જેટલા કોરા ચેકો ચોરી લીધા હતા. અને વર્ષ 2024માં બળજબરીથી ગાડીની આર.સી. બુક પણ લઈ ગયો હતો. આરોપીઓ દ્વારા ફરિયાદીને વારંવાર ફોન પર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી. વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને જન્મેજય વાઘેલાએ અંતે ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બી.એન.એસ. તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર