પાટણ જિલ્લામાં કેન્દ્ર સરકારના નિર્દેશ મુજબ સિવિલ ડિફેન્સ અંતર્ગત 'ઓપરેશન શિલ્ડ'ની મોકડ્રીલ 18 સ્થળોએ યોજાઈ હતી. પાટણ શહેરમાં પ્રાંત અધિકારી હિરેન ચૌહાણના નિરીક્ષણ હેઠળ મામલતદાર કચેરી ખાતે લોકજાગૃતિ માટે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ સાયરન વગાડી લોકોને એલર્ટ કરવામાં આવ્યા. યુદ્ધ દરમિયાન દુશ્મન દેશ દ્વારા બોમ્બ બાર્ડીગ જેવી આપત્તિજનક સ્થિતિમાં બચાવ અને રાહત કામગીરીનું પ્રત્યક્ષ નિદર્શન કરાયું. મામલતદાર કેમ્પસમાં આવેલ આધારકાર્ડ સેન્ટર ખાતે મિસાઈલ અને બોમ્બ પડવાની પરિસ્થિતિનું સિમ્યુલેશન કરાયું. રેસ્ક્યુ ટીમે આગમાં ફસાયેલા અને કાટમાળમાં દબાયેલા લોકોને બચાવવાની કામગીરી દર્શાવી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મોકડ્રિલમાં પોલીસ, ફાયર, વીજળી, આરોગ્ય અને નગરપાલિકા સહિત તમામ વિભાગના અધિકારીઓ જોડાયા.જિલ્લાના બી.પી.સી.એલ અને આઇ.ઓ.સી.એલ ટર્મિનલ સિધ્ધપુર, જી.આઇ.ડી.સી. સિધ્ધપુર સહિત પાંચ નગરપાલિકાઓમાં મોકડ્રિલ યોજાઈ. આઇ.ઓ.સી.એલ પાઇપલાઇન યુનિટ રાધનપુર, એચ.પી.સી.એલ પંપીંગ સ્ટેશન સાંતલપુર અને સરહદી વિસ્તારના આઠ ગામોમાં પણ આ કવાયત હાથ ધરાઈ.રાત્રે 8થી 8:30 દરમિયાન સંપૂર્ણ બ્લેક આઉટનું આયોજન કરાયું. આ સમય દરમિયાન સ્ટ્રીટ લાઇટ, હોર્ડિંગ્સ અને દુકાનોમાં લાઇટ બંધ રાખવાની સૂચના અપાઈ. કલેક્ટરે સિવિલ ડિફેન્સની તાલીમ પામેલા વોલન્ટિયર્સને વધુ સંખ્યામાં જોડાવા અપીલ કરી છે.
પાટણ જિલ્લામાં 'ઓપરેશન શિલ્ડ' અંતર્ગત 18 સ્થળે મોકડ્રિલ યોજાઈ

ટેગ્સ:#Patan district#Public Awareness#rescue operations#Emergency Preparedness#Mock Drills#Operation Shield#Catastrophic Situations#Bomb Barrage Simulation#Provincial Officer Hiren Chauhan#Multi-Department Participation
સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
14 કલાક પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
14 કલાક પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
