રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ27 જાન્યુઆરી, 2026| Super Admin

સિધ્ધપુરના નાગવાસણ ગામે રૂ.3 કરોડના વિકાસ કામોનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત

સિધ્ધપુરના નાગવાસણ ગામે રૂ.3 કરોડના વિકાસ કામોનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત
ગામમાં શિક્ષણ, આરોગ્ય અને મૂળભૂત સુવિધાઓ ગામને નવા શિખરે લઈ જશે : ધારાસભ્ય સિધ્ધપુર તાલુકાના નાગવાસણ ગામના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના હસ્તે અંદાજિત રૂ.3 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત તથા રૂ.10.21લાખના કામોના લોકાર્પણ કાર્યક્રમ યોજાયા હતા. નાગવાસણ ગામે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના શુભ હસ્તે સરકારી માધ્યમિક શાળાના રૂ. 2.35 કરોડના ખર્ચે નિર્માણ થનારા નવા મકાનનું ખાતમુહૂર્ત, રૂ.35 લાખના ખર્ચે આધુનિક સુવિધાઓ સાથે આરોગ્ય સબસેન્ટર તેમજ તરસંગજીપુરા ખાતે પીવાના પાણી માટેના નવા સંપ સહિત અનેક વિકાસકાર્યોનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રાથમિક શાળાના નવનિર્મિત પ્રાર્થના શેડ, ગામમાં નવી નંખાયેલ પાણીની પાઈપ લાઈન, દાતાઓ દ્વારા પંચાયત ઘર ખાતે અર્પણ કરાયેલ ઠંડા પાણીના કુલર તથા ગામની જાહેર જગ્યાઓ માટેની સાઉન્ડ સિસ્ટમનું જનસેવા માટે લોકાર્પણ કરી તેમણે જણાવ્યું કે, આ તમામ કાર્યો ગામના શિક્ષણ, આરોગ્ય અને મૂળભૂત સુવિધાઓને વધુ મજબૂત બનાવી ગામને વિકાસના નવા શિખરે લઈ જશે.આ કાર્યક્રમમાં સંગઠનના હોદ્દેદારો, વરિષ્ટ આગેવાનો, ગામના સરપંચ સહિત આગેવાનો, દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.    

સંબંધિત સમાચાર