રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
પાટણ19 જુલાઈ, 2025| Super Admin

પાટણ શહેરના બિસ્માર રસ્તાઓની ધારાસભ્ય ડો.કિરીટ પટેલે અધિકારીઓ સાથે મુલાકાત લીધી

પાટણ શહેરના બિસ્માર રસ્તાઓની ધારાસભ્ય ડો.કિરીટ પટેલે અધિકારીઓ સાથે મુલાકાત લીધી
સમસ્યાના નિરાકરણ માટે ધારાસભ્યએ પોતાની ગ્રાન્ટમાંથી નાણાં ફાળવવાની તૈયારી દશૉવી..! પાટણ શહેરના રસ્તાઓની બિસ્માર હાલત અંગે ધારાસભ્ય ડો.કિરીટ પટેલે અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લીધી હતી. નવીન બનેલા ટી-આકારના ઓવરબ્રિજના સર્વિસ રોડ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓની ખરાબ સ્થિતિને કારણે નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.શહેરમાં જીયુડીસી દ્વારા ભૂગર્ભ ગટર લાઈન, વીજ કંપનીની અંડરગ્રાઉન્ડ કેબલિંગ અને વરસાદી પાણીના નિકાલની કામગીરીને કારણે મોટાભાગના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે. રાજમહેલ રોડ પરના નવા ઓવરબ્રિજ નીચેના સર્વિસ રોડની સ્થિતિ પણ કથળી ગઈ છે. રસ્તા પરના ખાડાઓને કારણે અકસ્માતની ઘટનાઓ પણ નોંધાઈ રહી છે. ધારાસભ્યએ નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલ,એન્જિનિય,જીયુડીસીના કર્મચારી અને ઓવરબ્રિજના કોન્ટ્રાક્ટર સાથે બેઠક યોજી હતી. તેમણે સર્વિસ રોડ પરના ખાડાઓનું તાત્કાલિક સમારકામ કરવા સૂચના આપી હતી. સિદ્ધરાજનગર, રાજનગર અને દેવપુરી સોસાયટીમાં રોડનું લેવલ નીચું હોવાથી વરસાદી પાણીના નિકાલની સમસ્યા છે. આ સમસ્યાના નિરાકરણ માટે ધારાસભ્યએ પોતાની ગ્રાન્ટમાંથી નાણાં ફાળવવાની તૈયારી દર્શાવી છે.

સંબંધિત સમાચાર