સમી તાલુકાના ગોચનાદ અને બાસ્પા ગામ વચ્ચે રાધનપુર-મહેસાણા હાઈવે પર એક દૂધ ભરેલું ટેન્કર પલટી ગયું હતું. નીલગાય અચાનક રસ્તામાં આવી જતાં ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના પરિણામે આશરે 10 હજાર લિટર દૂધ ઢોળાઈ ગયું હતું. ભુજથી મહેસાણા તરફ દૂધ ભરીને આવી રહેલા ટેન્કરના ચાલકે નીલગાયને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસ દરમિયાન તેણે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો, જેના કારણે ટેન્કર રોડ પરથી નીચે ઉતરીને પલટી મારી ગયું હતું.મહેસાણા તાલુકાના આંબલિયાસણ ના ટેન્કર ચાલક વસીરભાઈ મનસુરીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, તેઓ ભુજથી દૂધ ભરીને મહેસાણા આવી રહ્યા હતા. આ અકસ્માતમાં ટેન્કર ટ્રકથી અલગ પડી ગયું હતું અને તેમાં ભરેલું આશરે 10 હજાર લિટર દૂધ ઢોળાઈ જતાં મોટું આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
સમી માર્ગ પર દૂધનું ટેન્કર પલટી મારતા 10 હજાર લિટર દૂધની રેલમછેલ

સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુર હાઈવે પર ભયાનક અકસ્માત: રિવર્સમાં આવેલી કારે ચા બનાવતા યુવકનો ભોગ લીધો
1 દિવસ પહેલા
પાટણપાટણ યુનિવર્સિટીના શારિરીક શિક્ષણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય ખેલ દિવસની ઉત્સાહભેર ઉજવણી
1 દિવસ પહેલા
પાટણપાટણના ચતુર્ભુજ બગીચા નજીક એપલ સલૂન- બ્યુટી પાલૅરની આડમાં ચાલતું જુગારધામ પકડાયું
3 દિવસ પહેલા
પાટણપાટણના ખેડૂતોએ NH - 68 બાયપાસ એલાઇનમેન્ટ સામે વિરોધ પ્રદર્શન કર્યુ
3 દિવસ પહેલા
