પાલનપુર શહેરના જૂના બસ સ્ટેન્ડ રોડ પર આજે બપોરે એક દુઃખદ અકસ્માત બન્યો હતો. સલ્લા ગામના 50 વર્ષીય જયંતિભાઈ રણછોડભાઈ પંચાલ નામના આધેડ બસસ્ટેન્ડ રોડ પર વળાંક પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા, એ દરમ્યાન પાલનપુર-અંબાજી રૂટની એસટી બસની અડફેટે આવતા તેઓ બસના ટાયર નીચે આવી ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે જયંતિભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પાલનપુર પોલીસ તાત્કાલિક દોડી આવી હતી. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.આકસ્મિક દુર્ઘટનાને લઇ સ્થળ પર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસે ડ્રાઇવર સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાલનપુરમાં બસ નીચે આવી જતા સલ્લા ગામના આધેડનું મોત

ટેગ્સ:#accident#Police#Palanpur#hospital#bus#Postmortem#Salla village#dies#Jayantibhai#Palanpur-Ambaji
સંબંધિત સમાચાર
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા ખાતે સિંચાઈ વિભાગના મદદનીશ અધિક્ષક લાંચ લેતા ઝડપાયા
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોલેજ સંકુલમાં થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન
2 દિવસ પહેલા
બનાસકાંઠાચેક બાઉન્સમાં કોર્ટનો કડક ચુકાદો: મૂળ રકમ આપ્યા પછી પણ લટકતી રહેશે વળતરની તલવાર !
2 દિવસ પહેલા
