રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા3 જુલાઈ, 2026| Super Admin

મેઘમહેર: વિજાપુરમાં સાંબેલાધાર ૩ ઇંચ વરસાદથી જળબંબાકાર

મેઘમહેર: વિજાપુરમાં સાંબેલાધાર ૩ ઇંચ વરસાદથી જળબંબાકાર

ઉત્તર ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવતા મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે, જેનાથી સમગ્ર પંથકમાં ખુશનુમા ઠંડક પ્રસરી ગઈ છે. ગુરુવારે બપોર બાદ શરૂ થયેલા વરસાદમાં સૌથી વધુ નોંધપાત્ર આંકડો વિજાપુરનો રહ્યો છે, જ્યાં ૭૫ મીમી (ત્રણ ઇંચ) જેટલો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અરવલ્લીના બાયડમાં બે ઇંચ, સાઠંબામાં પોણા બે ઇંચ, જ્યારે સાબરકાંઠાના પ્રાંતિજ અને બનાસકાંઠાના દાંતામાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો છે. પાટણના સમીમાં પણ ૨ મીમી જેટલો વરસાદ નોંધાયો હતો, જ્યારે અન્ય કેટલાક વિસ્તારોમાં ૧ થી ૧૭ મીમી સુધીની મેઘમહેર જોવા મળી હતી.

મહેસાણા જિલ્લાની વાત કરીએ તો, કડીમાં ૧૭ મીમી અને વિસનગરમાં ૧૦ મીમી વરસાદ પડ્યો હતો, પરંતુ વિજાપુરમાં આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. સાંજે ૪ વાગ્યાથી લઈને રાત્રિના ૮ વાગ્યા સુધીના માત્ર ચાર કલાકના સમયગાળામાં જ ત્રણ ઇંચ વરસાદ ખાબકી જતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને ખત્રી કૂવા, ચક્કર અને ટીબી જેવા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. ટીબી વિસ્તારમાં આવેલા રેલવે અંડરબ્રિજમાં પણ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો, જેનાથી સ્થાનિક વેપારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

શહેરીજનો માટે ભલે મુશ્કેલી સર્જાઈ હોય, પરંતુ આ ભારે વરસાદે જગતના તાત માટે ખુશીનો માહોલ સર્જ્યો છે. સમયસર અને સારા પ્રમાણમાં વરસેલા આ કાચા સોના જેવા વરસાદથી ખેતીને મોટો ફાયદો થયો છે. કપાસ, મગફળી અને વિવિધ શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોને હવે પાક માટે બોરવેલના પાણી પર નિર્ભર રહેવામાંથી મોટી રાહત મળી છે. સિંચાઈ માટે કુદરતી રીતે જ પાણી મળી જતા ખેડૂત આલમમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ છે.

ટેગ્સ:#Vijapur

સંબંધિત સમાચાર