રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ2 જૂન, 2026| Super Admin

પાટણના સુભાષચોકમાં રજાઈ-ગાદલાની દુકાનમાં ભીષણ આગ

પાટણના સુભાષચોકમાં રજાઈ-ગાદલાની દુકાનમાં ભીષણ આગ

આગ રહેણાંક વિસ્તારમાં ફેલાય તે પહેલાં ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો

પાટણ શહેરના સુભાષચોક વિસ્તારમાં આવેલી વાદી સોસાયટી નજીક એક રજાઈ-ગાદલાની દુકાનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. આ ઘટના રહેણાંક વિસ્તારમાં બનતા આસપાસના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. શહેરના સુભાષચોક વિસ્તારમાં આવેલી આ દુકાનમાં રજાઈ અને ગાદલા બનાવવા માટેનો રૂનો મોટો જથ્થો હતો. રૂના જથ્થાને કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા. રહેણાંક વિસ્તારની નજીક આગ લાગતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી અને લોકો પોતાના ઘરોની બહાર આવી ગયા હતા.

સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પાટણ નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ આગને વધુ ફેલાતી અટકાવી તેના પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આને કારણે મોટી જાનહાનિ અને આર્થિક નુકસાન ટળ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ પણ સુરક્ષા વ્યવસ્થા માટે તૈનાત કરવામાં આવી હતી. સ્થાનિક રહીશોએ ચિંતા વ્યક્ત કરી હતી કે જો આગ વધુ પ્રસરી હોત તો આસપાસના રહેણાંક મકાનોને પણ નુકસાન થઈ શક્યું હોત. આ વિસ્તારમાં રહેતા થઈ શક્યું હોત. આ વિસ્તારમાં રહેતા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ચાલતી આવી વ્યાપારી પ્રવૃત્તિઓ અને દુકાનો સામે નગરપાલિકા તેમજ સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

સંબંધિત સમાચાર