રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા22 મે, 2026| Super Admin

દાંતીવાડા-પાંથાવાડામાં ડીઝલના અભાવે અનેક પેટ્રોલ પંપોને લાગ્યા તાળાં, ખેડૂતો અને પશુપાલકો લાચાર

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી શરૂ થયેલી ડીઝલની અછત હવે વધુ વિકટ બની ગઈ છે. જિલ્લાના ખાસ કરીને પાંથાવાડા અને દાંતીવાડા વિસ્તારમાં પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે ડીઝલનો જથ્થો ખૂટી પડતાં અનેક પેટ્રોલ પંપો ફરજિયાતપણે બંધ રાખવાની નોબત આવી છે. પંપો પર 'ડીઝલ નથી' ના બોર્ડ લટકી જતાં સ્થાનિક અર્થતંત્રના મુખ્ય આધાર એવા ખેતી અને પશુપાલન ક્ષેત્ર પર તેની ગંભીર અસરો જોવા મળી રહી છે.

ખેતી અને પશુપાલન પર સીધો પ્રહાર
ખેતીની ચાલુ સિઝનમાં જ ડીઝલ ન મળવાના કારણે ખેડૂતોના ટ્રેક્ટરો ગેરેજ જેવા બની ગયા છે. સૌથી મોટી આફત સિંચાઈ પર આવી છે; ડીઝલથી ચાલતા ઇંજન અને મોટર પંપો બંધ પડી જતાં ખેતરોમાં ઊભો પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. આ તરફ પશુપાલકોને પણ પશુઓ માટે લીલો ચારો લાવવા-લઈ જવા માટે વાહનોમાં ઇંધણ ન મળતા પશુધનના નિભાવનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. ખેડૂતો અને પશુપાલકોની હાલત અત્યારે પડતા પર પાટુ જેવી કફોડી બની છે.

અનેક પેટ્રોલ પંપોને લાગ્યા તાળાં.gif 814.39 KB

વાહનવ્યવહાર ખોરવાયો, જનતામાં આક્રોશ
ડીઝલની આ તંગી માત્ર ખેતી પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ સ્થાનિક વાહનવ્યવહાર પર પણ તેની બ્રેક વાગી છે. ફોર-વ્હીલર અને મોટા માલવાહક વાહનોના પૈડાં થંભી ગયા છે, જેના કારણે રોજિંદા ધંધા-રોજગારને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. તીવ્ર અછત છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર વૈકલ્પિક વ્યવસ્થા કે પુરવઠો નિયમિત કરવાના પગલાં ન દેખાતા સ્થાનિક પ્રજા અને કિસાન આલમમાં તંત્ર સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. જગતનો તાત અત્યારે વહેલી તકે ડીઝલનો પૂરતો જથ્થો ફાળવવામાં આવે તેવી આજીજી કરી રહ્યો છે.

સંબંધિત સમાચાર