રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા9 એપ્રિલ, 2026| Super Admin

ડીસા પંચાયત ચૂંટણીમાં મોટો ઉલટફેર : ૧૦ બેઠકોમાં સીમાંકન બદલાતા રાજકીય ગરમાવો વધ્યો

ડીસા પંચાયત ચૂંટણીમાં મોટો ઉલટફેર : ૧૦ બેઠકોમાં સીમાંકન બદલાતા રાજકીય ગરમાવો વધ્યો

ડીસા તાલુકાની જિલ્લા પંચાયતની ૧૦ બેઠકોનું તાજું વિભાજન જાહેર થતાં જ સ્થાનિક રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. નવા સીમાંકન અને મતદારોની સંખ્યાના આધારે તૈયાર થયેલા આ વિભાજનને કારણે આગામી ચૂંટણીમાં રાજકીય પક્ષો માટે પ્રચારની રણનીતિ અને ઉમેદવારોની પસંદગીના સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ જશે ​તાલુકામાં કુલ ૨,૨૮,૬૧૯ મતદારો નોંધાયા છે. નવા સીમાંકન મુજબ સરેરાશ દરેક બેઠક દીઠ આશરે ૨૨,૮૦૦ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, કેટલીક બેઠકો મતદારોની સંખ્યાની દ્રષ્ટિએ ઘણી મોટી છે સૌથી મોટી ​જૂનાડીસા બેઠક: ૩૪,૭૯૩ મતદાર બીજા ક્રમે ​માલગઢ બેઠક: ૩૨,૯૭૧ મતદારો  છે. સામાજિક સમતુલા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા અનામતનું ચોક્કસ વિતરણ કરવામાં આવ્યું છે,

​બેઠકોના બદલાયેલા આકાર અને મતદારોના જ્ઞાતિગત સમીકરણોને જોતા હવે રાજકીય પક્ષોએ નવા છેડા બાંધવા પડશે. ખાસ કરીને જૂનાડીસા અને માલગઢ જેવી મોટી બેઠકો પર વિજય મેળવવો એ કોઈપણ પક્ષ માટે મોટો પડકાર બની રહેશે. અનામત બેઠકો પર નવા ચહેરાઓને તક મળવાની શક્યતા છે, જ્યારે સામાન્ય બેઠકો પર દિગ્ગજો વચ્ચે ખરાખરીનો જંગ જામશે તેવું દેખાઈ રહ્યું છે. ​"નવા સીમાંકન બાદ હવે ગામડાઓના જોડાણ બદલાયા છે, જેના કારણે સ્થાનિક સ્તરે જૂથવાદ અને જ્ઞાતિવાદના સમીકરણોમાં નવી ગતિ આવશે."

સંબંધિત સમાચાર